For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરડી પકવતા ખેડૂતોની મદદે પંજાબ સરકાર, હવે એક મહિનામાં ચૂકવણી કરવા વ્યવસ્થા કરશે!

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદા ખેડૂતો માટે સતત મોટા પગલા ભરાઈ રહ્યા છે. હવે પંજાબ સરકાર શેરડી પકવતા ખેડૂતોની મદદે આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદા ખેડૂતો માટે સતત મોટા પગલા ભરાઈ રહ્યા છે. હવે પંજાબ સરકાર શેરડી પકવતા ખેડૂતોની મદદે આવી છે. મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર એક મહિનામાં શેરડીના રૂપિયા મળી જાય તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે.

Kuldeep Dhaliwal

આ મુદ્દે વાત કરતા પંજાબ સરકારના મંત્રી કુલદીપ ધાલીવાલે કહ્યું કે, પંજાબની સુગર મિલોમાં શેરડી લાવનારા ખેડૂતોને એક મહિનામાં ચૂકવણી કરવાનું સુનિશ્ચિત કરાશે. કુલદીપ ધાલીવાલ સુગર મિલ અજનાલાના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા અને તેમને અહીં આ વાત કરી હતી.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યુ કે, સુગર મિલોમાંથી નીકળતા દરેક વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવાની જરૂર છે અને આ માટે મિલોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, કો-જનરેશન પ્લાન્ટ્સ સ્થાપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સહકારી ક્ષેત્રની સુગર મિલોને નફાકારક બનાવવા સરકાર ખંતપૂર્વક કામ કરી રહી છે અને માર્ચ-એપ્રિલ સુધી ખેડૂતની શેરડી ખેતરમાં ન રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

કુલદીપ ધાલીવાલે આગળ કહ્યું કે, પંજાબ સરકાર દ્વારા સહકારી સુગર મિલો પર ખેડૂતોના કરોડો લેણાંની ચુકવણી કરવામાં આવી છે અને હાલમાં સહકારી સુગર મિલો પર ખેડૂતોનો એક પૈસો પણ બાકી નથી. ધાલીવાલે સ્પષ્ટ કર્યું કે, મુખ્યમંત્રી ભગવંત માન કિરસાણી મિલ્કફેડ અને સુગરફેડને નફાકારક બનાવવા માટે પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને બંને સંસ્થાઓનું મોટા પાયે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે આ પ્રસંગે અગાઉ શેરડી લાવનાર શેરડીના માલિકોનું પણ સન્માન કર્યું હતું. ધાલીવાલે સીઝનની શરૂઆત માટે મિલ પરિસરમાં રાખવામાં આવેલા શ્રી અખંડ પાઠ સાહેબના પાઠમાં ભાગ લઈને ખેડૂતો અને કામદારોની સલામતી માટે પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે મિલના નિર્માણ માટે લગભગ 1.25 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે અને તેના પર ટૂંક સમયમાં કામ શરૂ થશે.

English summary
Punjab government will pay sugarcane ripening farmers in one month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X