પંજાબ સરકાર NRI સભાઓને ફરીથી સક્રિય કરશે, જાણો શું કહ્યું સરકારે?

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર એક પછી એક મોટા પગલાઓ લઈ રહી છે. હવે પંજાબ સરકારે એનઆરઆઈ સભાઓને ફરીથી ચાલુ કરવાની વાત કરી છે.

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર એક પછી એક મોટા પગલાઓ લઈ રહી છે. હવે પંજાબ સરકારે એનઆરઆઈ સભાઓને ફરીથી ચાલુ કરવાની વાત કરી છે.

Bhagwant Maan

પંજાબ સરકારના એનઆરઆઈ બાબતોના મંત્રી કુલદીપસિહ ધાલીવાલે પંજાબ સિવિલ સચિવાલયમાં અધિકારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા પંજાબ સરકારે જાહેરાત કરી છે કે હવે પંજાબમાં એનઆરસાઈ સભાઓને પુનર્જીવિત કરાશે. પંજાબ સરકાર પંજાબ બહાર રહેતા નિવાસીઓ માટે પ્રતિબદ્ધ છે.

અહીં તમને જણાવી દઈએ કે, એનઆરઆઈ સભા વિદેશમાં રહેતા મુળ પંજાબીઓને તમામ પ્રકારની મદદ પુરી પાડે છે અને તેમની ફરીયાદોનું નિવારણ કરે છે.

કુલદીપ સિંહ ધાલીવાલે શૈક્ષણિક વિઝાની આડમાં ગેરકાયદે IELTs/ઇમિગ્રેશન કેન્દ્રો દ્વારા ચાલી રહેલી માનવ તસ્કરીને લઈને પણ તપાસના આદેશ આપ્યા છે. તેમણે સંબંધિત અધિકારીઓને તેમના જિલ્લાઓમાં IELTS કોચિંગ કેન્દ્રોની કુલ સંખ્યા અને ઇમિગ્રેશન કેન્દ્રોની સંખ્યા વિશે જાણવા માટે ડેપ્યુટી કમિશનરો પાસેથી તમામ IELTS/ઇમિગ્રેશન કેન્દ્રો પર વિગતવાર મોનિટરિંગ રિપોર્ટ મેળવવાનો નિર્દેશ કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં NIR માટે વધુ પોલીસ સ્ટેશનો સ્થાપવામાં આવશે અને તેમની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે વધારાના દળો તૈનાત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X