પ્રદુષણને નીપટવા પંજાબ સરકારનો નવો પ્લાન, માત્ર ઓછી પ્રદુષણ કરતા ફટાકડાને જ મંજુરી અપાશે
પંજાબ સરકારે તહેવારોમાં રાજ્યમાં પ્રદૂષણને નીપટવા નવો પ્લાન જારી કર્યો છે. આ વખતે માત્ર દિવાળી અને ગુરુપર્વ પર ઓછા પ્રદૂષણ ફેલાવતા ફટાકડાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
આ મુદ્દે વાત કરતા પંજાબના પર્યાવરણ મંત્રીએ જણાવ્યુ કે, રાજ્યમાં ફટાકડાના ઉત્પાદન, સ્ટોક, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફટાકડાનું વેચાણ માત્ર લાઇસન્સ ધરાવતા વેપારીઓ જ કરે.

માહિતી આપતાં પંજાબના પર્યાવરણ મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની વિવિધ માર્ગદર્શિકાઓનું પાલન કરીને રાજ્ય સરકાર ઓછા પ્રદૂષિત ફટાકડા માટે પ્રેરિત કરે છે.
તેમણે કહ્યું કે, દિવાળી, ગુરુ પર્વ, ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાની તિવારીની સિઝન નજીક આવી રહી છે. આ સમયગાળા દરમિયાન વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ વિભાગ ઓછા પ્રદુષણ વાળા ફટાકડા માટે જ પરવાનગી આપશે.
આ ફટાકડામાં બેરિયમ સોલ્ટ અથવા એન્ટિમોની, લિથિયમ, મર્ક્યુરી, આર્સેનિક, સીસું અથવા સ્ટ્રોન્ટિયમ ક્રોમેટના સંયોજનોનો ઉપયોગ થતો નથી.
તેમણે કહ્યું કે, દિવાળી, ગુરુપૂર્વ, નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માત્ર ઓછા પ્રદૂષિત ફટાકડા ફોડી શકાશે. રાજ્યમાં પ્રદુષણ ફેલાવતા ફટાકડાના ઉત્પાદન, સ્ટોક, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, નિર્દેશ આપવામાં આવ્યો છે કે, માત્ર લાઇસન્સ ધરાવતા વેપારીઓ દ્વારા જ વેચાણ કરવામાં આવશે. ફ્લિપકાર્ટ, એમેઝોન અને અન્ય સહિત કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ પંજાબ રાજ્યમાં કોઈપણ ઓનલાઈન ઓર્ડર નહીં સ્વીકારે.
તેમણે કહ્યું કે, પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રાજ્યના પસંદગીના શહેરોમાં ટૂંકા ગાળા માટે દેખરેખ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ પરવાનગી આપેલા કલાકો દરમિયાન અને નિર્દિષ્ટ સ્થળોએ ઓછા પ્રદૂષણવાળા ફટાકડાના વેચાણ અને ઉપયોગની ખાતરી કરશે. આ સાથે માર્ગદર્શિકાના કોઈપણ ઉલ્લંઘન પર તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
