પંજાબ સરકાર વાયદાઓ પુરા કરી રહી છે, અમે સેવા માટે પ્રતિબદ્ધ-માલવિંદર કંગ
પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા બાદ સતત મોટા પગલા ભરાઈ રહ્યા છે. પંજાબની ભગવંત માન સરકારે સત્તામાં આવીને ઘણા મોટા નિર્ણયો લીધા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા માલવિંદર કંગે પણ આ વાતને દોહરાવી છે.

આમ આદમી પાર્ટીના નેતા માલવિંદર કંગે કહ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દરેક વર્ગના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા એક પછી એક તમામ વચનો પૂરા કરવામાં આવી રહ્યા છે. માલવિંદર કંગે પંજાબની ભગવંત માન સરકારના વખાણ કર્યા હતા અને સરકારના સારા કામોનો ઉલ્લેખ કર્યો હતો.
માલવિંદર કંગે કહ્યું કે, અમે કોઈપણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનહિતકારી નિર્ણયો લેતા નથી, પરંતુ પંજાબીઓના ભલા માટે નિર્ણયો લઈએ છીએ. માલવિંદર કંગે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકો દરેક મુદ્દા પર માત્ર રાજનીતિ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા ઘણા મોટા વચનો આપ્યા હતા. આ વચનોમાં જૂની પેન્શન યોજના સહિતના ઘણા નિર્યયો સામેલ છે. હવે સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ વચનો પુરા કરી રહી છે.

Click it and Unblock the Notifications