પંજાબ સરકારે PSPCL કર્મચારીઓની સમસ્યાઓ હલ કરી, વેતનમાં કોઈ કાપ નહીં કરવા આદેશ
પંજાબમાં ભગવંત માન સરકાર એક પછી એક સમસ્યાઓ સાથે હકારાત્મક રીતે ડીલ કરી રહી છે. રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર અસરકારક કામગીરી કરનારી સરકાર કર્મચારીઓ પ્રત્યે પણ હકારાત્મક છે.
કર્મચારીઓને લઈને પંજાબ સરકારની હકારાત્મકતાનો એક નમુનો હાલમાં જ સામે આવ્યો છે. પંજાબના ઉર્જા મંત્રી હરભજન સિંહ ETOએ PSPCL કર્મચારીઓની ફરિયાદો પર તાત્કાલિક પગલાં લઈને કર્મચારીઓના પગારમાં કોઈ પણ પ્રકારનો કામ ન કરવા આદેશ કર્યો છે.

આ મુદ્દે ઉર્જા મંત્રી હરભજન સિંહે કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર કર્મચારીઓનું કલ્યાણ સુનિશ્ચિત કરવા અને તેમની ફરિયાદોને વહેલી તકે ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે આગળ કહ્યું કે, C.R.A. 293/19, 294/19, 295/19 અને 296/19 હેઠળ 17 જુલાઈ 2020 પછી ભરતી-નિયુક્ત કરાયેલા કર્મચારીઓના પગારનો મુદ્દો તેમના ધ્યાન પર આવ્યા વિભાગને કર્મચારીઓના પગારની વસૂલાત ન કરવા નિર્દેશ આપ્યો છે.
હવે આ આદેશ બાદપં જાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિ. સી.આર.એ. 293/19, 294/19, 295/19 અને 296/19 હેઠળ 17 જુલાઈ, 2020 પછી ભરતી-નિમણૂક કરાયેલા કર્મચારીઓના પગાર જારી કરવા આદેશ જારી કરાયા છે.
આદેશ અનુસાર,આ કર્મચારીઓના પગાર સંબંધિત મુદ્દાઓ અંગે પંજાબ સરકાર તરફથી જરૂરી સૂચનાઓ ન મળે ત્યાં સુધી તેમના પગારમાંથી વસૂલાત રોકવા સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
