Punjab Internet Suspended : હવે પંજાબમાં 21 માર્ચ સુધી ઈન્ટરનેટ સેવા બંધ, જાણો કારણ

Punjab Internet Suspended : પંજાબમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હવે 21 માર્ચ સુધી ચાલુ રહેશે. અમૃતપાલ સિંહ કેસને લઈને સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવ્યો છે.

Punjab Internet Suspended : વારિસ પંજાબ દેના પ્રમુખ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ બાબતે પંજાબ પોલીસ રાજ્યના દરેક ભાગ પર નજર રાખી રહી છે. ભગેડુ જાહેર કર્યા બાદ પંજાબ પોલીસ હાઇ એલર્ટ છે.

Punjab Internet Suspended

શનિવાર(18 માર્ચ)થી લઇને આજે ત્રીજા દિવસ સુધી પોલીસ ફોર્સ અમૃતપાલની સઘન તપાસમાં જોડાઇ ગઇ છે. આવામાં કેસની ગંભીરતાને ધ્યાન રાખીને પંજાબમાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધારી દીધો છે.

લગભગ 100 લોકોની ધરપકડ

લગભગ 100 લોકોની ધરપકડ

અમૃતપાલ સિંહની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાના સંદર્ભમાં પંજાબ પોલીસઅમૃતપાલ સિંહ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી રહી છે. જોકે, અમૃતપાલ પોતે પોલીસની પકડથી દૂર છે, પરંતુ પોલીસે અત્યાર સુધીમાં તેના 7બંદૂકધારીઓ સગરિતો સહિત લગભગ 100 લોકોની ધરપકડ કરી છે. આ દરમિયાન પંજાબમાં જાહેર કરવામાં આવેલા મોબાઈલ ઈન્ટરનેટસેવાઓ પરના પ્રતિબંધ પણ વધારી દેવામાં આવ્યો છે.

હવે 21 માર્ચ સુધી ઇન્ટરનેટ રહેશે બંધ

હવે 21 માર્ચ સુધી ઇન્ટરનેટ રહેશે બંધ

18 માર્ચથી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હવે 21 માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગ અને ન્યાય વિભાગ, પંજાબદ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે, પંજાબના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં તમામ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, તમામએસએમએસ સેવાઓ (બેંકિંગ અને મોબાઇલ રિચાર્જ સિવાય) અને વોઇસ કોલ્સ મોબાઇલ નેટવર્ક્સ પર પ્રદાન કરવામાં આવશે. તમામડોંગલ સેવાઓ 21 માર્ચ (12:00 કલાક) સુધી સસ્પેન્ડ રહેશે.

અફવા ફેલાવનારાઓ સામે પોલીસની લાલ આંખ

અફવા ફેલાવનારાઓ સામે પોલીસની લાલ આંખ

આ અગાઉ ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 20 માર્ચ સુધી લાગુ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃતપાલ સિંહ વિરુદ્ધ પોલીસકાર્યવાહી દરમિયાન સોશિયલ મીડિયા મારફતે કોઈપણ પ્રકારની ખોટી માહિતી, અફવાઓને કારણે રાજ્યનું વાતાવરણ ન બગડે તે માટેસમગ્ર પંજાબમાં ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નોંધનીય બાબત છે કે, પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે પોતાનાનિવેદનમાં જણાવ્યું હતું કે, જે કોઈ અફવા ફેલાવશે, તેંની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X