પંજાબઃ માન સરકારે પેપર લીક મામલો કરી મોટી કાર્યવાહી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં પેપર લીક પર મોટી કાર્યવાહીમાં 24 કલાકની અંદર પોલીસને બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે

ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં પેપર લીક પર મોટી કાર્યવાહીમાં 24 કલાકની અંદર પોલીસને બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ પણ આપ્યો છે. ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. હરદીપ સિંહ અને ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. રવિન્દર સિંહ સાહનીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભગવંત માને પોલીસ વિભાગને TET પરીક્ષામાં ગેરરીતિ આચરનારા ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ પોલીસને આ ગુનાના આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેથી કરીને અન્ય કોઈ આવું કરવાનું વિચારે નહીં.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રશ્નપત્ર સાથે છેડછાડ યુવાનોની કારકિર્દી સાથે રમત છે જે કોઈપણ સંજોગોમાં સાંખી શકાય નહીં. તેમણે પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભગવંત માને કહ્યું કે લોકોને આ સરકાર અને નવા પંજાબ પાસેથી ઘણી આશાઓ છે અને આ વિશ્વાસને ઠેસ પહોંચાડનાર કોઈપણ કૃત્ય સહન કરવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીએ કહ્યું કે આ કેસના તમામ આરોપીઓને વહેલી તકે જેલના સળિયા પાછળ લાવવાની રાજ્ય સરકારની ફરજ છે. ભગવંત માને સ્પષ્ટ કર્યું હતું કે આ ધોરણની પરીક્ષામાં કોઈ ક્ષતિ સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ મામલે કોઈ પ્રભાવશાળી વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
