• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ શિક્ષણ વિભાગે મિડ ડે મીલમાં કર્યો ફેરફાર, ભોજન માટે આપ્યા આ નિર્દેશ

શિક્ષણ વિભાગે પંજાબની શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈને નવી સૂચનાઓ જાહેર કરી છે.
|
Google Oneindia Gujarati News

લુધિયાણાઃ પંજાબની સરકારી સ્કૂલોમાં 8માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવા માટે સરકાર દ્વારા પીએમ પોષણ/મિડ ડે મીલ યોજના ચલાવવામાં આવે છે. શિક્ષણ વિભાગે પંજાબની શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈને નવી સૂચનાઓ જાહેર કરી છે. સોશિયલ ઑડિટ દરમિયાન મળેલા સૂચનો મુજબ મધ્યાહન ભોજનને લઈને આ નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ દ્વારા 'સોશિયલ ઑડિટ' નામની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અમૃતસર, જલંધર અને પટિયાલા જિલ્લામાં સામાજિક ઑડિટ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમણે શાળાઓ પાસેથી સૂચનો મેળવ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા આ સૂચનોને ખૂબ સારી રીતે જાણ્યા બાદ તેમને પણ પહેલાથી ચાલી રહેલી સૂચનાઓમાં સામેલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે મિડ-ડે મીલના મેનૂમાં વિભાગે શાળાઓને એક દિવસ દાળ ભાતને બદલે રાજમા-ચાવલ બનાવવાનુ કહ્યુ છે, આઈએસઆઈ માર્કડ ગેસ પાઇપનો ઉપયોગ કરવા અને વિદ્યાર્થીઓને તેમની અનુકૂળતા મુજબ લાઈનોમાં બેસીને મધ્યાહન ભોજન જમાડવા સૂચનાઓ આપવામાં આવી છે.

English summary
Punjab: Mid-day meal changed by education department, new instructions regarding food
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X