punjab news : પંજાબમાં પહેલીવાર બન્યા AAP ના મેયર! મોગા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAPને મળ્યું સમર્થન
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જે કારણે જનતા પણ આમ આદમી પાર્ટીને સતત સમર્થન આપી રહી છે.
આ વચ્ચે આમ આદમી પાર્ટીએપંજાબના મોગા મ્યુનિસિપલ કોર્પોરેશન પર સત્તા પ્રાપ્ત કરી લીધી છે. વાસ્તવમાં 5 જુલાઇના રોજ મોગામાં મેયરની ચૂંટણી માટે થયેલા વોટિંગમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

અત્રે નોંધનીય બાબત છે કે, AAPએ મોગામાં મોટી જીત મેળવી છે અને કોંગ્રેસને ઝટકો આપતા મહાનગરપાલિકા કબજે કરી લીધી છે. મોગામાં યોજાયેલી મેયરની ચૂંટણી સાથે આમ આદમી પાર્ટીના પ્રથમ મેયર બન્યા છે.
હકીકતમાં, આજના મતદાન દરમિયાન કોંગ્રેસના મેયરને માત્ર 6 વોટ મળ્યા હતા જ્યારે AAPને 42 વોટ મળ્યા હતા. જણાવી દઈએ કે મોગામાં મેયર બદલવા માટે વોટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 42 કાઉન્સિલરોએ AAPની તરફેણમાં વોટિંગ કર્યું હતું.
આ સાથે જ વર્તમાન મેયર નિતિકા ભલ્લાને બહુમતી સાબિત કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આ રીતે મોગા મ્યુનિસિપલ કોર્પોરેશન પંજાબમાં પ્રથમ હશે, જ્યાં AAP મેયર બનશે.












Click it and Unblock the Notifications
