Punjab News : સરકારી શાળાઓમાં શરૂ થશે AI કોર્સ, 10 હજાર શિક્ષકોને ટ્રેનિંગ આપશે માન સરકાર
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં સમગ્ર રાજ્યની સરકારી શાળાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોર્સ શરૂ કરવામાં આવશે. લગભગ 1 લાખ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તાલીમ આપવામાં આવશે, જ્યારે લગભગ 10 હજાર શિક્ષકોને પણ અભ્યાસક્રમ શીખવવા માટે તાલીમ આપવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં અહીં શીખિયા ક્રાંતિ રેલીને સંબોધતા પંજાબના મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, રાજ્ય શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિ માટે જાણીતું છે, પરંતુ હવે રાજ્ય શિક્ષણ ક્રાંતિ માટે પણ જાણીતું થશે. આ પહેલા કેજરીવાલે અહીં એક સ્કૂલ ઓફ એમિનન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભગવંત માને જણાવ્યું હતું કે, 7 હજારથી વધુ શાળાઓમાં બાઉન્ડ્રી વોલ બનાવવા માટે 358 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બેન્ચ અને અન્ય ફર્નિચર માટે રૂપિયા 25 કરોડ, શૌચાલય માટે રૂપિયા 60 કરોડ અને 10,000 નવા વર્ગખંડો માટે રૂપિયા 800 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, દરેક શાળામાં કેમ્પસ મેનેજરની નિમણૂક કરવામાં આવી રહી છે. પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બનશે. જ્યાં દરેક શાળામાં વાઈફાઈ કનેક્શન હશે. 6 મહિનામાં રાજ્યની તમામ શાળાઓને ઈન્ટરનેટ સુવિધાથી સજ્જ કરી દેવામાં આવશે. માન સરકારે વિદ્યાર્થીઓના ઘડતર માટે ઉત્તમ શાળાઓ બનાવી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, શિક્ષકોની કુશળતા વધારવા માટે, શિક્ષકોને વ્યવસાયિક તાલીમ માટે વિદેશ અને દેશની અંદર મોકલવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનમાં વધારો કરવા માટે ISRO અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ મોકલવામાં આવે છે. છેલ્લા 18 મહિનામાં પંજાબની AAP સરકારે વિવિધ વિભાગોમાં યુવાનોને 36 હજાર 97 થી વધુ નોકરીઓ આપી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, યોગ્યતા અને પારદર્શિતાના આધારે નોકરીઓ આપવામાં આવી છે. પંજાબ સરકારે ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.












Click it and Unblock the Notifications
