Punjab news : ગુરબાની પ્રસારિત કરવાનો નિશુલ્ક અધિકાર તમામ ચેનલોને મળવો જોઇએ - CM ભગવંત માન
Punjab news : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પવિત્ર ગુરબાની પ્રસારણ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, સમાનતાનું પ્રતિક અને સૌની ભલાઇની કામના કરવાવાળી પવિત્ર ગુરબાનીના પ્રસારણનો હક ફક્ત એક ખાસ ચેનલને જ કેમ આપવામાં આવે?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તમામ ચેનલોને ગુરબાની પ્રસારિત કરવાનો નિશુલ્ક અધિકાર મળવો જોઇએ. પંજાબ સરકાર સચખંડ શ્રી દરબાર સાહેબમાં અતિ આધુનિક ઉપકરણો માટે તમામ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે.

અત્રે નોંધનીય છે કે, આ પહેલા પણ શ્રી દરબાર સાહિબથી પ્રસારિત થતી ગુરબાની પર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસની સરકાર વખતે પણ આ મુદ્દો ચર્ચામાં હતો. આ સિવાય શ્રી દરબાર સાહિબથી ગુરબાનીનું પ્રસારણ અન્ય ચેનલોને આપવાનો મામલો પણ પંજાબ વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
