Punjab News: પંજાબમાં કાતિલ ઠંડીના કારણે માન સરકારે આપી રાહત, બદલ્યો સ્કૂલોનો સમય
Punjab News: પંજાબમાં કડકડતી ઠંડીના કારણે શાળાના સમયમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. પંજાબમાં ધોરણ 5 સુધીની તમામ ખાનગી અને સરકારી શાળાઓ 15થી 21 જાન્યુઆરી સુધી બંધ રહેશે.
પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સે ટ્વિટર પર આ માહિતી શેર કરતા કહ્યું કે આ નિર્ણય પંજાબના મુખ્યમંત્રી ભગવાન સિંહ માનની માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ માધ્યમિક ઉચ્ચ અને વરિષ્ઠ માધ્યમિક સરકારી અને ખાનગી શાળાઓ 15 જાન્યુઆરીથી સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી ખોલવામાં આવશે.

રાજ્યમાં ડબલ શિફ્ટ શાળાઓનો સમય સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે. 4 વાગ્યા પછી કોઈ ડબલ શિફ્ટ શાળા ખુલશે નહીં. આ આદેશો 21 જાન્યુઆરી, 2024 સુધી તાત્કાલિક અસરથી અમલમાં આવશે.












Click it and Unblock the Notifications
