Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Punjab News : કેન્દ્ર પર ભડક્યા ભગવંત, કહ્યું - ખેલાડીઓને મેડલ પધરાવવા કર્યા મજબૂર

Punjab News : ભારતીય પહેલવાનો પોતના મેડલ્સ ગંગામાં પધરાવવા મજબૂર કરવાવાળી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ મામલે મોદી સરકારની ઉદાસીનતા અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શોક અને રોષ પ્રગટ કર્યો છે.

પંજાબના મુખ્યમંત્રીએ કુસ્તીબાજોની સાચી માંગણીઓને અવગણવા બદલ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કુસ્તીબાજોએ દેશ માટે મેડલ અપાવવા માટે પોતાનો પરસેવો પાડ્યો છે.

punjab news

કેન્દ્ર સરકારની કરી ટીકા - પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે, તેમની માંગણીઓ સાંભળવાને બદલે કેન્દ્ર સરકાર દ્વારા આ કુસ્તીબાજોનો અવાજ વારંવાર દબાવવામાં આવી રહ્યો છે. આ કુસ્તીબાજો તેમના કાયદેસરના અધિકારો માટે લડી રહ્યા છે, પરંતુ કેન્દ્રના સાવકી માના વર્તનથી કંટાળીને આ ખેલાડીઓએ તેમના મેડલ ગંગામાં ફેંકવાનું નક્કી કર્યું છે.

રમતપ્રેમીઓ માટે આ કાળો દિવસ છે - તેમણે જણાવ્યું હતું કે, આ ખેલાડીઓ માટે રમતના ક્ષેત્રમાં આટલી દ્રઢતા, સમર્પણ અને સખત મહેનત પછી જીતેલા મેડલને જવા દેવાનો નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હશે. ભગવંત માને જણાવ્યું હતું કે, રમતગમત, રમતપ્રેમીઓ અને રમતગમત સમુદાય માટે આ કાળો દિવસ છે. કારણ કે, ખેલાડીઓએ તેમની વાત સાંભળવા માટે આવા પગલાં ભરવા પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X