Punjab News : બિઝનેસ, રોજગાર, આરોગ્ય, શિક્ષણ અને ખેતી અમારી પાંચ પ્રાથમિકતાઓ : CM માન
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર રોજગાર, આરોગ્ય, શિક્ષણ અને ખેતી ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સંગરુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, પહેલા લોકોને દરેક વસ્તુ માટે સરકારી હોસ્પિટલોમાં જવું પડતું હતું, તેથી ડૉક્ટર્સ પર બોજ હતો. હવે જે હોસ્પિટલમાં 100 દર્દીઓ જતા હતા, ત્યાં 60 દર્દીઓ જાય છે.

ડૉકટર્સને દરેક દર્દીની તપાસ કરવાનો સમય મળી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, વેપાર, રોજગાર, આરોગ્ય, શિક્ષણ અને ખેતી અમારી પાંચ પ્રાથમિકતા છે.












Click it and Unblock the Notifications
