Punjab News : CM ભગવંત માને ચરણજીત સિંહ ચન્નીને આપી ચેતવણી, 31 મે સુધીનું અલ્ટીમેટમ

Punjab News : પંજબના મુખ્યમંત્રી ભગવંત માને પૂર્વ મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીને ફરી એકવાર ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા મારફતે ભગવંત માને ચન્નીને 31 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આદરણીય ચરણજીત ચન્નીજી, પૂરા આદર સાથે, હું તમને 31 મેના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં મારા ભત્રીજા દ્વારા નોકરીના બદલામાં લાંચ માંગવા અંગેની તમામ માહિતી જાહેર કરવાની તક આપું છું. નહિંતર, 31 મેની બપોરે 2 વાગ્યે હું ફોટો... નામ અને મીટિંગ સ્થળ સહિત બધું પંજાબીઓની સામે મૂકીશ.

Bhagwant Mann

ઉલ્લેખનીય છે કે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. એટલું જ નહીં, ચન્ની સ્પષ્ટીકરણ આપવા ગુરુદ્વારા સાહિબ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રાર્થના કર્યા પછી કહ્યું હતું કે, હે ભગવાન, જો મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મારા ભત્રીજા અથવા અન્ય કોઈ સંબંધી દ્વારા લાંચ તરીકે એક રૂપિયો પણ લીધો હોય તો હું ભગવાનનો ગુનેગાર છું.

આટલા લાંબા સમય સુધી મારા ભત્રીજાને જેલમાં રાખવામાં આવ્યો હતો. રિમાન્ડ બાદ આવું કંઈ બહાર કેમ ન આવ્યું? ચન્નીએ કહ્યું કે, મેં આજ સુધી કોઈની પાસેથી એક રૂપિયાની પણ લાંચ લીધી નથી, હું કોઈ કોર્ટમાં જઈશ નહીં, કારણ કે ભગવાનથી મોટી કોઈ કોર્ટ હોઈ શકે નહીં. હું આવા ખોટા આરોપોથી ડરવાનો નથી કે હું ભાગી જવાનો નથી.

બીજી તરફ પંજાબના પૂર્વ મુખ્યપ્રધાને ચન્નીના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું હતું કે, હજૂ 2-4 દિવસ તેમણે ભત્રીજાને બરાબર પૂછી લેવું જોઈએ. કારણ કે, શક્ય છે કે તેઓ ચન્ની સાહેબને પૂછ્યા વિના જ કામ કરે, નહીં તો તેઓ ખેલાડીઓને સામે લાવી દેશે. પછી તેમની પાસે કોઈ બહાના નહીં વધે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X