Punjab News : પૂર પ્રકોપ વચ્ચે CM માને 27 જુલાઈએ બોલાવી કેબિનેટની બેઠક
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
પંજાબ સરકાર પુર પ્રભાવિત વિસ્તારોમાં ઘણી સારી કામગીરી કરી રહી છે. પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. આ કારણે પંજાબ સરકાર દ્વારા કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે, જે 27 જુલાઈના રોજ યોજાવા જઈ રહી છે.

આ બેઠક મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં યોજાશે. આ બેઠક ગુરુવારની સવારે 11.30 કલાકે પંજાબ સિવિલ સચિવાલયમાં યોજાશે. આ બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં માનનીય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં વ્યસ્ત છે અને લોકોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
