Punjab News: છોકરાની વાત સાંભળીને CM ભગવંત માન રડી પડ્યા, જાણો શું છે હકિકત?
Punjab News: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની સરકાર બન્યાને માત્ર એક વર્ષ અને આઠ મહિના જ થયા છે, પરંતુ મુખ્યમંત્રી તરીકે માનની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. તેનું કારણ તેમની નીતિઓ અને તેમની લગાવ છે, તે લોકોના સુખ-દુઃખને પોતાનું માને છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આવી જ એક તસવીર સામે આવી છે, જેમાં લગ્ન કરવા જઈ રહેલા યુવકની વાત સાંભળીને ભગવંત માન એટલા ભાવુક થઈ ગયા કે, તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભગવંત માનના ટૂંકા કાર્યકાળમાં મોટી સંખ્યામાં યુવાનોને સરકારી પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપક્રમે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે નિમણૂક પત્રો એનાયત કરાયેલા લોકોએ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ દરમિયાન જ્યારે નવનિયુક્ત ઉમેદવારે પોતાનો અનુભવ શેર કર્યો તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તે સાંભળીને ભાવુક થઈ ગયા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.
આ નવનિયુક્ત ઉમેદવારે જણાવ્યું હતું કે, તેના બે દિવસ પછી લગ્ન છે અને આજે તેને માન સરકારમાં નોકરી મળી ગઈ છે. તેને સરકારી નોકરી મળતા પરિવાર ખૂબ જ ખુશ છે. જ્યારે તેણે આ વાત શેર કરી તો તે ભાવુક થઈને રડવા લાગ્યો, આ જોઈને મુખ્યમંત્રી અને અન્ય ઉમેદવારોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
આ ઉમેદવારે જણાવ્યું હતું કે, મારી માતાનું નિધન થયું છે અને તેમનું સ્વપ્ન હતું કે, મારે સરકારી નોકરી કરવી જોઈએ, મારી માતાનું સપનું આજે મુખ્યમંત્રી માનના કારણે સાકાર થયું છે.
આ સાંભળીને મુખ્યમંત્રી માન ભાવુક થઈ ગયા હતા. ભગવંત માને કહ્યું કે, લગ્ન પહેલા જ પરિવારમાં લગ્ન થઈ જાય છે, અને જો તેમણે લગ્નની જાણ કરી, હોત તો એપોઈન્ટમેન્ટ લેટર તેમના ઘરે પહોંચાડી દેવામાં આવ્યો હોત.
આ સાથે તેમણે યુવક અને તેના ભાવિ જીવનસાથીને સુખી દામ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા ઉમેદવારોએ પોતાના દિલના વિચારો અને અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા હતા અને દરેક લોકો ખૂબ જ ખુશ દેખાતા હતા.












Click it and Unblock the Notifications
