Punjab News: ડેરી ખેડૂતોને તાલીમ આપશે માન સરકાર
Punjab News: દૂધ ઉત્પાદન વધારવા માટે રાજ્યની ભગવંત માન સરકાર દ્વારા ખેડૂતોને તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે ડેરી વિકાસ વિભાગ 18 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે તાલીમ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. બે સપ્તાહના આ ખેતી પ્રશિક્ષણ અભિયાન માટે નવી બેચ શરૂ કરવામાં આવી રહી છે.
પશુપાલન મંત્રી ગુરમીત સિંહ ખુદ્દિયાને જણાવ્યું હતું કે, સામાન્ય વર્ગના ખેડૂતો માટે 2 થી 20 પશુઓની ડેરી સ્થાપવા માટે દુધાળા પશુઓ પર 17500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જ્યારે એસસી કેટેગરીના ખેડૂતોને પ્રત્યેક પશુ માટે 23100 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતો મોડલ કેટલ શેડ, મિલ્કિંગ મશીન અને ઘાસચારો કાપવાના મશીનની ખરીદી પર સબસિડીનો પણ લાભ લઈ શકે છે. ગ્રામીણ વિસ્તારના 18 થી 55 વર્ષની વયના ડેરી ખેડૂતો કે, જેમણે ધોરણ 5 પાસ કર્યું હોય અને ઘાસચારો ઉગાડવા માટે જમીન ધરાવતા હોય તેમને તાલીમ આપવામાં આવશે.
તાલીમ માટે, ખેડૂતો તેમની લાયકાત સંબંધિત દસ્તાવેજો, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો સબમિટ કરી શકે છે અને જિલ્લાના ડેરી ડેરી વિકાસના નાયબ નિયામકની કચેરીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તાલીમ દરમિયાન ખેડૂતોને દૂધાળા પશુઓના ઉછેર, ખોરાક, રોગોથી રક્ષણ, જાતિ સુધારવા, આખા વર્ષ દરમિયાન લીલો ચારો બનાવવાની ટેકનિક અને દૂધમાંથી અન્ય ઉત્પાદનો બનાવવા અંગેની માહિતી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
