Punjab News : પટિયાલા પહોંચ્યા CM માન, કહ્યું - હવે પાણી નહીં માંગે હરિયાણા અને રાજસ્થાન
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. હાલ પંજાબમાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભગવંત માન સરકાર પૂર પ્રભાવિતોની મદદ માટે સતત ખડેપગે કામ કરી રહી છે.
પટિયાલા જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા હંમેશા પંજાબ પાસે પાણીની માંગ કરતું રહે છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજસ્થાન પણ પંજાબ પાસે પાણીમાં ભાગ માંગે છે. હિમાચલ પ્રદેશ પંજાબ પહોંચી રહેલા પાણી પર રોયલ્ટી માંગી રહી છે. ભાગ માંગવા બધા પહોંચી જાય છે, પણ ડૂબવું માત્ર પંજાબને જ પડે છે.
પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હવે હરિયાણા અને રાજસ્થાન પાણી લેવાનો ઈન્કાર કરી રહ્યા છે. પંજાબ પણ વધારાનું પાણી પોતાની પાસે રાખવા તૈયાર નથી. વધારાનું પાણી પંજાબ તરફ વહી રહ્યું છે, જેના કારણે પંજાબને ઘણું નુકસાન થઈ રહ્યું છે. અત્રે નોંધનીય બાબત છે કે, હવે એ જ રાજ્ય પંજાબમાંથી પોતાના હિસ્સાનું પાણી લેવા બાબતે સાવ ચૂપ છે અને વધારાનું પાણી આપણને મોકલી રહ્યું છે.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, હિમાચલમાં હિંમત હોય, તો તમારું પાણી રોકી દે. ઉલ્લેખનીય છે કે, ભગવંત માન દરેક ક્ષણે રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવી રહ્યા છે. રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે પહેલ કરવામાં આવી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, પંજાબમાં ઓછો વરસાદ થયો છે, પરંતુ પહાડો પરથી ઘણું પાણી નીચે આવ્યું છે. પંજાબીઓમાં દરેક મુશ્કેલીમાં દ્રઢ રહેવાની ભેટ છે, તેથી જ તેઓ સદીઓથી ટકી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં પંજાબીઓએ એકબીજાને મદદ કરીને ભાઈચારા અને સદ્ભાવનાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
CM ભગવંત માને જણાવ્યું હતું કે, જેઓ બડાઈ મારતા હોય છે કે, કેન્દ્ર સરકારે 218 કરોડ રૂપિયા આપ્યા છે, તેઓએ યાદ રાખવું જોઈએ કે, આ ફંડ ગત 10 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર આ રકમ 72 કલાકમાં ખર્ચી શકતી નથી. કારણ કે, સરકારે નુકસાનને ઓછામાં ઓછું રાખવા માટે પહેલાથી જ જરૂરી પ્રયાસો કર્યા હતા. ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યના બાકીના નાળાઓની જેમ વોકળાની સફાઈ પણ સારી રીતે કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્ય કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક સહાયની ભીખ નહીં માંગે, પરંતુ પૂરથી થયેલા નુકસાનનો અહેવાલ કેન્દ્રને ચોક્કસ મોકલશે. રાજ્યમાં પૂરના કારણે ભારે નુકસાન થયું છે અને આગામી દિવસોમાં તેનું આકલન કરવામાં આવશે. જો કેન્દ્ર રાજ્યને મદદ કરે તો સારું, નહીં તો રાજ્ય તેની જાતે જ તેનું સંચાલન કરવા સક્ષમ છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં પહેલાથી જ તૈનાત છે અને સંકટની આ ઘડીમાં જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની વર્તમાન જળ સ્થિતિના અહેવાલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન અહેવાલોના આધારે વહીવટીતંત્રને અપડેટ કરવામાં આવી રહ્યું છે. અમારી પ્રાથમિકતા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ સહાય પૂરી પાડવાની છે. તમામ ડેમ સુરક્ષિત છે અને ખતરાના નિશાનથી નીચે છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, એવી આશા રાખવામાં આવી છે કે, સ્થિતિ સારી રહેશે, આજે સાંજ સુધીમાં પંજાબમાં ઘણો સુધારો જોવા મળશે. કોઈપણ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર લોકોની પડખે ઊભી રહેશે.












Click it and Unblock the Notifications
