Punjab News : ડાંગરની ખરીદીની સમીક્ષા કરવા શ્રી ચમકૌર સાહિબ APMC પહોંચ્યા CM માન
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 3 ઓક્ટોબર, મંગળવારે શ્રી ચમકૌર સાહિબ પહોંચ્યા હતા. શ્રી ચમકૌર સાહિબની અનાજ બજારમાં ડાંગરની ખરીદીનો સ્ટોક લીધો હતો.
આ દરમિયાન CM માન ખેડૂતો અને સામાન્ય જનતાને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. તેમજ ખેડૂતોને ડાંગરની ખરીદીમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે, તેવી ખાતરી આપી હતી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મંગળવારના રોજ ગુરુદ્વારા શ્રી ચમકૌર સાહિબ શ્રી કતલગઢ સાહિબ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમને પૂજા અર્ચના કરી હતી.
ગુરુદ્વારામાં નમન કર્યા બાદ, તે ડાંગરની ખરીદીની વ્યવસ્થાનો સ્ટોક લેવા ચમકૌર સાહિબના દાના અનાજ બજાર પહોંચ્યા. મુખ્યમંત્રી ભગવંત માને APMCમાં ડાંગરના પાકની ખરીદી અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અધિકારીઓને ખેડૂતોના પાકની ખરીદી સુનિશ્ચિત કરવા અને નાણાં તાત્કાલિક જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ખેડૂત ભાઈઓને કોઈ સમસ્યાનો સામનો કરવા દેવામાં આવશે નહીં. મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, હું પોતે APMC પર નજર રાખી રહ્યો છું. ખેડૂતોના પાકના દરેક દાણાની ખરીદી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
