Punjab News : જનતાના નુકસાનની ભરપાઈ કરશે પંજાબ સરકાર, CM માને કહી આ વાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. હાલ પંજાબમાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભગવંત માન સરકાર પૂર પ્રભાવિતોની મદદ માટે સતત ખડેપગે કામ કરી રહી છે.
પંજાબના CM માન ચંદીગઢમાં બેસીને પંજાબમાં પૂરની સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે. પંજાબના લોકોને સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ પઠાણકોટથી સાર્દુલગઢ સુધી પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પંજાબ રાજ્ય સરકાર પૂર પીડિતોને સમયસર રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ ઉમદા હેતુ માટે કોઈ કસર છોડશે નહીં.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે મજબૂત રીતે ઊભી છે અને તેમને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ લોકોની મદદ માટે પહેલેથી જ સંપૂર્ણ રીતે સક્રિય છે.
પૂર પ્રભાવિત જિલ્લાઓમાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પૂરના કારણે લોકોને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દરેક પૈસો વળતર આપશે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે પાક, મકાનો અને અન્ય વસ્તુઓને થયેલા નુકસાનની તપાસ માટે વિશેષ ગિરદાવરી આદેશો જાહેર કરવામાં આવ્યા છે. અગ્રતાના ધોરણે પાક, ઘર, પશુધન વગેરેની તપાસ કરવા સંબંધિત ડીસીને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
