Punjab News : CM માને માંગી હકની જમીન, રાજ્યપાલને પત્ર લખી કરી માંગ
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી માન દ્વારા ચંદીગઢમાં પાર્ટી કાર્યાલય બનાવવા માટે રાજ્યપાલ પાસે જમીનની માંગણી કરતો પત્ર લખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બન્યા બાદ ચંદીગઢમાં પાર્ટી ઓફિસ બનાવવા માટે જમીન આપવાની માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તમામ રાષ્ટ્રીય પક્ષોને જમીન આપવાની જોગવાઈ છે. એટલા માટે તેમણે આ માંગણી કરી છે.












Click it and Unblock the Notifications
