Punjab News: કેન્દ્ર સરકાર તરફથી પંજાબને મળ્યા રૂપિયા 3670 કરોડનો બાકી GST

Punjab News: પંજાબ સરકારને કેન્દ્ર સરકાર પાસેથી GSTની બાકી રકમ વસૂલવામાં મોટી સફળતા મળી છે. પંજાબને કેન્દ્ર તરફથી 3670 કરોડ રૂપિયાની બાકી GST રકમ મળી છે. ઘણા સમયથી પંજાબ સરકાર આ રકમ છોડવા માટે કેન્દ્રને વિનંતી કરી રહી હતી.

આમ આદમી પાર્ટી પંજાબ તરફથી કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભગવંત માન અને નાણા મંત્રી હરપાલ ચીમાની મહેનત આખરે રંગ લાવી છે. તેઓ પંજાબના અધિકારો માટે કેન્દ્ર સરકાર સામે સતત અવાજ ઉઠાવી રહ્યા હતા.

Punjab News

પંજાબને કેન્દ્ર તરફથી 3670 કરોડ રૂપિયાની બાકી GST રકમ મળી છે. કેન્દ્ર સરકારે જુલાઈ 2017 થી માર્ચ 2022 સુધીની બાકી વળતરની રકમ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

નાણા આબકારી અને કરવેરા મંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે, અમને 2017-22 વચ્ચે 3670.64 કરોડ રૂપિયાની બાકી રકમ મળી છે. GST હેઠળ વળતર માટેની અંતિમ તારીખ 30 જૂન, 2022 ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. જે બાદ રાજ્ય સરકાર સતત તેના પેમેન્ટની માંગ કરી રહી હતી.

કેન્દ્રએ 11 ઓક્ટોબરના રોજ આ રકમ છોડવાનો આદેશ આપ્યો હતો. GSTની રકમ આવ્યા બાદ ચીમાએ પંજાબના આબકારી અને કર વિભાગના ક્ષેત્ર અને મુખ્ય અધિકારીઓની પ્રશંસા કરી છે. આ સાથે હરપાલ સિંહ ચીમાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો છે. આ ઉપરાંત આ કામમાં લાગેલા પંજાબના અધિકારીઓની પણ પ્રશંસા કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X