Punjab News : પંજાબમાં પૂરનો પ્રકોપ, પાણીમાં ઉતર્યા CM માન
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પૂર અને ભારે વરસાદને કારણે સર્જાયેલી તારાજી વચ્ચે પંજાબ સરકાર લોકોના બચાવ માટે સતત કામ કરી રહી છે.
પંજાબ અને ચંદીગઢમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શનિવારે સવારથી શરૂ થયેલો વરસાદ મંગળવારના રોજ પણ ચાલુ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને તમામ મંત્રીઓ, ધારાસભ્યો, ડીસી અને એસએસપી અને તમામ અધિકારીઓને જનતાની વચ્ચે જવા સૂચના આપી છે.

લોકોને તાત્કાલિક રાહત આપવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ અને NDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ સપ્લાય ડિપાર્ટમેન્ટને પણ ફૂડ પેકેટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
પંજાબના મુખ્યપ્રધાન માન અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે લોકોને પડી રહેલી સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે પોતે રસ્તાઓ પરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને લોકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું.
પંજાબમાં સોમવારના રોજ પણ ભારે વરસાદની ચેતવણી આપતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પાંચ ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. પૂરના કારણે રોપર-નાંગલ રેલ ટ્રેક ઉખડી ગયો છે. ફિરોઝપુરમાં પણ ટ્રેક પાણીમાં ડૂબી જવાથી ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.
ભારત-પાક સરહદની ફેન્સિંગ પણ તોડી નાખવામાં આવી હતી. ફતેહગઢના રેલ્વે ક્વાર્ટરમાં પાણી ભરાઈ ગયા છે. હોશિયારપુરમાં પણ પ્રશાસને પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. મોગામાં મોગા-જલંધર રોડનો એક ભાગ ધોવાઈ ગયો છે. નદીઓ અને નહેરોના કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
