Punjab News : ગોઇંદવાલ થર્મલ પ્લાન્ટ ખરીદશે માન સરકાર, પંજાબની જનતાને મળશે વધુ સસ્તી વીજળી
Punjab News : જ્યારથી પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબની માન સરકાર સતત પ્રયત્નશીલ રહે છે કે, પંજાબની જનતાને વીજળીની અછતનો સામનો ન કરવો પડે. જેના કારણે સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, માન સરકાર ગોઇંદવાલ થર્મલ પ્લાન્ટ ખરીદશે. આ અંગેની માહિતી તેમણે પોતે આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આમ કરવાથી પંજાબના લોકોને વધુ સસ્તી વીજળી મળશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેમની પાસે કોલસાની કોઈ કમી નથી. તેમની પાસે 45 દિવસથી વધુ સમય માટે કોલસો ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ તેઓ ગોઇંદવાલ થર્મલ પ્લાન્ટમાં કરશે. પંજાબમાં તેઓ વીજળીની કોઈ અછત રહેવા દેશે નહીં.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, તેઓ ગોઇંદવાલ થર્મલ પ્લાન્ટ ખાનગી રીતે ખરીદી રહ્યા છે, આ માટે ટેન્ડર મળી જશે, કારણ કે, ગોઇંદવાલ થર્મલ પ્લાન્ટ નાદારીની આરે છે. પ્લાન્ટને ખરીદીને ફરીથી ચલાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
