Punjab News: શેરડીના ભાવ અંગે ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો સુખદ અંત, CM માને આપી ખાતરી
Punjab News: પંજાબમાં ખેડૂતો શેરડીના ભાવ વધારવા માટે ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ વચ્ચે સારા સમચાર છે કે, પંજાબની માન સરકાર દ્વારા તેમની માંગ સ્વીકારી લેવામાં આવી છે.
પંજાબ સરકાર દ્વારા શેરડીના ભાવની સંપૂર્ણ બાકી ચૂકવણી કરવામાં આવી છે. આ નિર્ણય પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર આગામી દિવસોમાં શેરડીના ભાવમાં વધારો કરીને ખેડૂતોને સારા સમાચાર આપશે.

CM માન સાથે વાત કર્યા બાદ વિરોધનો અંત આવ્યો - પંજાબના જલંધર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગને બ્લોક કરીને બેઠેલા ખેડૂતોએ ગુરુવારના રોજ જ રેલવે માર્ગ બ્લોક કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મુખ્યમંત્રી ભગવંત માનની ખાતરી બાદ ટ્રેક પણ ખાલી કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માને એમ પણ જણાવ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં શેરડી મિલ માલિકો સાથે વાતચીત કરશે.
પંજાબ સરકાર શેરડીના ભાવ વધારશે - પંજાબના ખેડૂતો શેરડીના ભાવ વધારવાની માંગ કરી રહ્યા છે. અત્યારે પંજાબમાં શેરડીનો ભાવ 380 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. પાડોશી રાજ્ય હરિયાણામાં શેરડી 386 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવી રહી છે, પરંતુ પંજાબના ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ 450 રૂપિયાની માંગ કરી રહ્યા છે. શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 10 થી 20 રૂપિયાનો વધારો થવાની ધારણા છે.
CM ભગવંત માને ખેડૂતોને આપ્યું આશ્વાસન - પંજાબના ખેડૂતોએ 21 નવેમ્બરથી શેરડીના ભાવ વધારાને લઈને વિરોધ શરૂ કર્યો હતો. મંગળવારના રોજ આ મામલે ચંદીગઢમાં ખેડૂતોની બેઠક યોજાવાની હતી, પરંતુ સભાનું આયોજન થઈ શક્યું ન હતું. ચોથા દિવસ સુધીમાં મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે વાત કરી અને વિરોધનો અંત લાવવાની વાત કરી હતી. શેરડીના ભાવમાં ચોક્કસપણે વધારો કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.












Click it and Unblock the Notifications
