Punjab News : તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડ મેડલ, CM માને પાઠવ્યા અભિનંદન
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને આજે પેરિસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય મહિલ ટીમને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી ભગવંત માને અભિનંદન સંદેશમાં જણાવ્યું હતું કે, આ દિકરીઓએ આ વિશ્વકપમાં સુવર્ણ ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું છે, તે ખૂબ જ ગર્વની વાત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક અનોખી સિદ્ધિમાં ભારતીય છોકરીઓની ટીમે કમ્પાઉન્ડ મહિલા ટીમની ફાઇનલમાં મેક્સિકોને 234-233થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે વિશ્વ કપમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, એ પણ ખૂબ જ ગર્વની વાત છે કે, માણસા જિલ્લાના મંધલી ગામની છોકરી પ્રનીત કૌર ત્રણ સભ્યોની ટીમનો મહત્વનો ભાગ છે. આ આપણા માટે ગર્વની વાત છે કે, આ છોકરીએ કોચ સુરિન્દર સિંહ રંધાવા હેઠળ ટ્રેનિંગ લીધી અને ટીમની જીતમાં યોગદાન આપ્યું છે. પટિયાલાના સુરિન્દર સિંહ રંધાવા પણ ભારતીય ટીમના કોચ છે. ભગવંત સિંહ માને દેશને ગૌરવ અપાવવા બદલ સમગ્ર ટીમની પ્રશંસા કરી અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવી.












Click it and Unblock the Notifications
