Punjab News : ડ્રગ્સના તરસ્કર સામે માન સરકારની લાલ આંખ, લાખો રૂપિયાના હેરોઈન સાથે બે ઝડપાયા
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
પંજાબ સરકાર ડ્રગ્સ અને નશા વિરોધી કામગીરી કરી રહી છે. જે કારણે પંજાબમાં ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન લાખોકે બહેરામ પોલીસ સ્ટેશનની ટીમે બે શકમંદોને પકડીને તેમની પાસેથી 45 લાખની કિંમતનું 90 ગ્રામ હેરોઈન ઝપ્ત કર્યું હતું.

એએસઆઈ ગુરકંવલજીત કૌરે જણાવ્યું હતું કે, તેમની આગેવાની હેઠળની ટીમ કારી કલાન ગામ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે વ્યક્તિઓ બાઇકને ઘટનાસ્થળે છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
શંકાના આધારે તેઓને પકડીને તલાશી લેતા તેમની પાસેથી 90 ગ્રામ હેરોઈન અને 2 ફોન મળી આવ્યા હતા. આરોપીઓની ઓળખ સોના સિંહ ગામ બાલેલ્કે અને રછપાલ સિંહ સરપંચ ગામ તરનવલી તરીકે થઈ છે. તેમની સામે NDPS એક્ટનો કેસ નોંધ્યા બાદ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
