Punjab News : પંજાબ યુનિવર્સિટિમાં હરિયાણાનો કોઇ હિસ્સો સાખી નહીં લેવાય, CM માને કહીં આ વાત
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ યુનિવર્સિટીમાં હરિયાણાનો કોઇ હિસ્સો આપવાનો ઇન્કાર કર્યો છે. જોકે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે, તેઓ પોતાના હિસ્સો આપવા તૈયાર છે. જેના પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જણાવ્યું હતું કે, આવતીકાલે તમે પંજાબ પર પણ કિંમત લગાવશો.
ઉલ્લેખનીય છે કે, ભગવંત માન પંજાબ યુનિવર્સિટીને લઈને બેઠક બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. યુટી સચિવાલયમાં પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ભગવંત માન ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે પણ હાજરી આપી હતી. આ બેઠક કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી ન હતી અને બીજી બેઠક 3 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મીડિયાની સામે પંજાબ યુનિવર્સિટીના ઈતિહાસ વિશે વાત કરતા શિરોમણી અકાલી દળ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયાને તે પત્ર બતાવ્યો હતો, જે તત્કાલિન મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે 26 જૂન, 2008ના રોજ તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને લખ્યો હતો. જેમાં પંજાબ યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે જાળવવા સામે કોઈ વાંધો નહીં હોવાની વાત લખવામાં આવી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબ યુનિવર્સિટી એ ચંદીગઢ અને પંજાબની ધરોહર છે, જે પંજાબિયત અને સંસ્કૃતિ અને સાહિત્યની ભાવના સાથે જોડાયેલી યુનિવર્સિટી છે. તેની સંચાલક મંડળમાં કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં.
તેમણે જણાવ્યું હતું કે, પહેલા તે લાહોરમાં હતું અને દેશના ભાગલા પછી જ્યારે પંજાબના બે ભાગમાં વહેંચાઈ ગયું તો તેને હોશિયારપુર શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબનો તેમાં 20-20 હિસ્સો હતો, પરંતુ 1970માં હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી બંસી લાલે પોતાનો હિસ્સો પાછો ખેંચવાની જાહેરાત કરી અને પોતાની તમામ કોલેજોને કુરુક્ષેત્ર યુનિવર્સિટી સાથે જોડી દીધી હતી.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, 1973માં તેણે સેનેટમાંથી પણ પોતાનો હિસ્સો પાછો ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે હવેથી તે પૈસા નહીં આપે. પંજાબના પુનર્ગઠન પછી હિમાચલને પણ બાકાત રાખવામાં આવ્યું હતું. હવે પંજાબનો હિસ્સો 40 ટકા છે અને યુટીનો હિસ્સો 60 ટકા છે. 2008માં તેને સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની વાત થઈ હતી.
ભગવંત માને શિરોમણી અકાલી દળના નેતાઓને આ લડાઈથી દૂર રહેવા કહ્યું અને જણાવ્યું હતું કે, તેમના પ્રવક્તાઓ હવે નવી શરતો અનુસાર તેમના નિવેદનો તૈયાર કરે, મને સલાહ ન આપો.
મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીની સરકારની રચના પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને માનવ સંસાધન વિકાસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને લખેલા પત્રો પણ બતાવ્યા, જેમાં તેમણે લખ્યું હતું કે, PU એક આંતર-રાજ્ય કોર્પોરેટ સંસ્થા છે અને તે જ સ્થિતિ પુનઃસ્થાપિત કરવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, 30 જૂન, 2022ના રોજ વિધાનસભામાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, PUની સેનેટ ગવર્નિંગ બોડીમાં ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભગવંત માને મનોહર લાલ ખટ્ટરના PU માં હિસ્સા માટે પૈસા આપવાના મુદ્દા પર જણાવ્યું હતું કે, આવતીકાલે તમે પંજાબ માટે પણ કિંમત લગવાશે. તેમણે પૂછ્યું કે, શું તમારી કુરુક્ષેત્ર યુનિવર્સિટી એટલી આગળ વધી ગઈ છે કે, તમે તેના પર વિશ્વાસ નથી કરતા.
આ અવસર પર મુખ્યમંત્રીએ હરિયાણાના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તેની તમામ સરકારી યુનિવર્સિટીઓને લખેલો પત્ર પણ બતાવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર પાસે પૈસાની તંગી છે, તેથી તમામ યુનિવર્સિટીઓએ પોતાનો ખર્ચ ઉઠાવવો જોઈએ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ તેને ભૂતકાળમાં થયેલી ભૂલ ગણાવી રહ્યા છે, જેના પર મેં તેમને પૂછ્યું કે તમે SYL પર જૂના કાયદાને લાગુ કરવાની વાત કેમ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે આ યુનિવર્સિટીમાં 35 ટકા બાળકો હરિયાણાના છે. અમે તેમને રોકતા નથી.
ભગવંત માને મનોહર લાલ ખટ્ટરના PU માં હિસ્સા માટે પૈસા આપવાના મુદ્દા પર કહ્યું કે, આવતીકાલે તમે પંજાબ માટે પણ કિંમત લગાવશો. તેમણે પૂછ્યું કે, શું તમારી કુરુક્ષેત્ર યુનિવર્સિટી એટલી આગળ વધી ગઈ છે કે, તમે તેના પર વિશ્વાસ નથી કરતા.












Click it and Unblock the Notifications
