Punjab News : ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ બાદ PSPCLના 3 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર ભ્રષ્ટાચાર સામે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ PSPCL એ 3 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પંજાબના પાવર અને જાહેર બાંધકામ મંત્રી હરભજન સિંહ ETO પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડે કડક કાર્યવાહી કરી છે.

પાવર અને જાહેર બાંધકામ વિભાગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારની ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ એક એડિશનલ SI અને બે SDO સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
અહીં જાહેર કરવામાં આવેલા એક અખબારી નિવેદનમાં આ વાત વ્યક્ત કરતા, ઉર્જા મંત્રી હરભજન સિંહ ETO માહિતી આપી હતી કે ભૂતકાળમાં PSPCL SIના કેટલાક અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કેસોની ગંભીર નોંધ લેતા સુખદર્શન પાલ સિંઘ અને બે SDO જ્ઞાન સિંહ અને હરમનદીપ સિંહ સામે PSPCL ACSR જેવી સામગ્રી કંડક્ટર અને 66 KV કેબલના દુરુપયોગ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. PSPCL દ્વારા બે અલગ-અલગ કેસમાં આ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસોમાં ચીફ એન્જિનિયરો અને અધિક્ષક ઇજનેરો સહિત અન્ય અધિકારીઓની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યુત વિભાગના કોઈપણ સ્તરે કોઈપણ કર્મચારી દ્વારા કરવામાં આવેલા કોઈપણ ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહીં, અને ભવિષ્યમાં પણ આરોપી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પંજાબ રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવા માટે મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા દોઢથી વધુ સમયગાળા દરમિયાન 400થી વધુ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરી છે. વર્ષો સુધી કોઈ રાજકારણી કે અધિકારીને સજા થઈ નથી.












Click it and Unblock the Notifications
