Punjab News : યુએસ એમ્બેસેડરને મળ્યા વિધાનસભા અધ્યક્ષ સંધવાન, આ વાતે મૂક્યો ભાર
Punjab News : ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસ) ના રાજદૂત એરિક ગારસેટ્ટીએ પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
પંજાબ વિધાનસભામાં બેઠક દરમિયાન, સંધવાને ભારત અને યુએસ વચ્ચે કૃષિ, ઉદ્યોગ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં મજબૂત સહયોગ પર ભાર મૂક્યો હતો. પંજાબ વિધાનસભાના સ્પીકરે જણાવ્યું હતું કે, બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં જ્ઞાન અને ટેકનોલોજીના પરસ્પર આદાનપ્રદાનથી લાભ મેળવી શકે છે.

સંધવાને એરિક ગારસેટ્ટીને યુએસ કંપનીઓને પંજાબમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવા પણ જણાવ્યું હતું. આ બેઠક દરમિયાન એરિક ગારસેટીએ અમેરિકા અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર વાત કરી હતી, અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતા.
તેમણે પંજાબીઓની મહેનતની ભાવનાની પણ પ્રશંસા કરી હતી. એરિક ગારસેટીએ ધ્યાન દોર્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ ભારત સાથે વધુ મજબૂત દ્વિપક્ષીય સહયોગને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.












Click it and Unblock the Notifications
