Punjab News : પંજાબ CM ભગવંત માન કરાવશે સીએમ દી યોગશાળાના બીજા તબક્કાનો પ્રારંભ
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સીએમ દી યોગશાળાના બીજા તબક્કાનું ઉદ્ઘાટન 21 જૂનના રોજ કરશે. આવતીકાલે તેમની સાથે અનેક મંત્રીઓ પણ સીએમ દી યોગશાળાના ઉદ્ધાટન સમારોહમાં જોડાશે.

આ સાથે જ આ યોગશાળામાં 12000 થી વધુ લોકો ભાગ લેશે. પહેલા ફેઝમાં સીએમ દી યોગશાળા લુધિયાણા, પટિયાલા, ફગવાડા અને અમૃતસરમાં શરૂ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી આ યોગશાળા બીજા તબક્કામાં મોહાલી, જલંધર, ભટિંડા, હોશિયારપુર અને સંગરુરમાં શરૂ થશે. અત્યાર સુધી હજારો લોકો મુખ્યમંત્રી દી યોગશાળાનો લાભ લઈ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
