Punjab News: પંજાબ સરકારે શરુ કરી આશીર્વાદ યોજના, લગ્ન માટે છોકરીઓને મળશે 50 હજારની સહાય

Punjab News: પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર છોકરીઓના લગ્નમાં મદદ કરવા માટે એક મોટી યોજના ચલાવી રહી છે. પંજાબના આર્થિક રીતે નબળા એવા પરિવારો માટે રાજ્ય સરકાર આ મહત્વની યોજના લાવી છે.

આ યોજનાનું નામ પંજાબ આશીર્વાદ યોજના છે. આ યોજના દ્વારા રાજ્યની દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી કરીને ગરીબ પરિવારોને તેમની દીકરીના લગ્ન માટે અન્ય કોઈ પર નિર્ભર ન રહેવું પડે.

Punjab government

પંજાબ સરકારની આ આશીર્વાદ યોજના હેઠળ દીકરીઓને તેમના લગ્ન માટે 51 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ મદદ સરકાર દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે. આ યોજના માટે માત્ર પંજાબના વતની જ અરજી કરી શકે છે.

જો તમે પંજાબના વતની છો, અને પરિવાર ગરીબી હેઠળ આવે છે, તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ માટે અરજદાર અનુસૂચિત જાતિ, પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા હોવા જરૂરી છે.

આ યોજના માટે અરજી કરવા માટે, તમારે જન્મ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, BPL કાર્ડ, ઉમેદવારનું આધાર કાર્ડ, ડોમિસાઇલ પ્રમાણપત્ર, મોબાઇલ નંબર, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ ફોટો પ્રદાન કરવો પડશે. આ યોજના માટે અરજી કરવા માટે, તમારે punjab.gov.in પર લોગ-ઇન કરવું પડશે. અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, તેને ભરી શકો છો અને અરજી કરી શકો છો.

આ ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કર્યા પછી, તમે જરૂરી દસ્તાવેજો જોડીને અરજી કરી શકો છો. તમારે આ ફોર્મ જિલ્લા કલ્યાણ કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આ પછી ફોર્મની ચકાસણી કર્યા પછી, જો તે સાચું જણાશે, તો ગ્રાન્ટની રકમ સીધી તમારા ખાતામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X