Punjab News : ટૂંક સમયમાં AI સાથે અપગ્રેડ થશે પંજાબ પોલીસ, Google સાથે ટાઇઅપ કરશે માન સરકાર
Punjab News : પંજાબ પોલીસને હાઈટેક બનાવવા માટે ભગવંત માન સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. માન સરકાર પોલીસિંગમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી લાવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ ગૂગલ જેવી કંપનીઓના સંપર્કમાં છે.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પોલીસને આધુનિક લાઇન પર અપડેટ કરવા માટે તેઓ બહુરાષ્ટ્રીય કંપની ગૂગલ સાથે ટૂંક સમયમાં હાથ મિલાવશે. ભગવંત માને જાલંધરના પીએસી ગ્રાઉન્ડ ખાતે પોલીસ કોન્સ્ટેબલોની પાસિંગ આઉટ પરેડ દરમિયાન આ વાત કહી હતી.

CM માન શુક્રવારના રોજ એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ પોલીસ કોન્સ્ટેબલોની પાસિંગ આઉટ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન તાલીમ પૂર્ણ કરનારા 2999 જવાનોએ ભગવંત માનને સલામી આપી હતી.
આ દરમિયાન ભગવંત માને જણાવ્યું હતું કે, AIની આ પહેલ રાજ્યમાં પોલીસિંગને સુધારવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય એઆઈના ઉપયોગમાં પંજાબને અગ્રેસર બનાવવાનો છે, જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.
મીડિયા અહેવાલો અનુસાર, સરહદી રાજ્ય હોવાને કારણે, રાજ્યની પ્રતિકૂળ ઘણી શક્તિઓ રાજ્યની શાંતિને ખલેલ પહોંચાડવા માટે નાપાક ષડયંત્ર રચી રહી છે, પરંતુ પંજાબ પોલીસે હંમેશા આવા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
