Punjab News : ભારે વરસાદને કારણે ત્રણ દિવસ શાળાઓ રહેશે બંધ, CM ભગવંત માનનો નિર્ણય માન
Punjab News : પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. જે કારણે શાળાએ જતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મોટો નિર્ણય લીધો છે. પંજાબની ભગવંત માન સરકારે આગામી 3 દિવસ માટે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપી દીધો છે.
આની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને પૂરને પરિણામે સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમામ ખાનગી અને સરકારી શાળાઓ આગામી 3 દિવસ સુધી બંધ રહેશે.

આવા સમયે ભારે વરસાદને કારણે પંજાબમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. જેના કારણે લોકોમાં ચિંતા થવા લાગી છે. પટિયાલા જિલ્લા મેજિસ્ટ્રેટ સાક્ષી સાહનીએ પૂરના જોખમને ધ્યાનમાં રાખીને બડી નદીના કિનારે વિસ્તાર (ડાઉનસ્ટ્રીમ) ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
પૂરનું પાણી વધે તે પહેલા લોકોને વિસ્તાર ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પૂરને પહોંચી વળવા માટે ભગવંત માન સરકારે તમામ જિલ્લાઓમાં ફ્લડ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. આ સાથે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. વરસાદને કારણે નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી જવાની શક્યતા છે.
પંજાબ સરકાર વરસાદને લઈને હાઈ એલર્ટ પર છે. મુખ્યમંત્રી માને તમામ ધારાસભ્યો અને અધિકારીઓને આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવા જણાવ્યું છે. જેથી કોઈપણ ઈમરજન્સીનો સામનો કરી શકાય.
વરસાદના કારણે પાણીના સ્તરમાં વધારો થતાં અનેક વિસ્તારો પાણી ગરકાવ થયો છે. મંત્રી હરજોત સિંહ બેન્સે જણાવ્યું હતું કે, મારા આનંદપુર સાહિબ મતવિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી રહી છે. કોતરો ભરાઈ ગયા છે અને અનેક ગામોના તળાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
