Punjab News: બાબા સાહેબની પુણ્યતિથિ પર મુખ્યમંત્રી ભગવંત માને આપી શ્રદ્ધાંજલિ
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દેશના બંધારણના ઘડવૈયા બાબા ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ ભારત રત્ન, દેશના બંધારણના નિર્માતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. સામાજિક ન્યાય અને વંચિત વર્ગના સશક્તિકરણ પ્રત્યેના તેમના અથાક પ્રયાસો આપણને પ્રેરણા આપતા રહે છે.

ડૉ. આંબેડકર માત્ર બે વર્ષના હતા, ત્યારે તેમના પિતા આર્મી સર્વિસમાંથી નિવૃત્ત થયા હતા. બાબા સાહેબ જ્યારે છ વર્ષના હતા, ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. બાબા સાહેબનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાની બહાર બેસીને થયું હતું અસ્પૃશ્યતાને કારણે તેમને સમાજમાં ખૂબ તિરસ્કારનો સામનો કરવો પડ્યો હતો, શાળામાં તેમને બહાર કોથળા પાથરીને અલગથી બેસવા મજબૂર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો. તેમના પિતા આર્મી ઓફિસર હતા અને તેમને 14 બાળકો હતા. 6 ડિસેમ્બર, 1956ના રોજ બાબા સાહેબનું અવસાન થયું હતું. તેમને ડાયાબિટીસ હતો અને તેમની અંતિમ ક્ષણોમાં તેમને દ્રષ્ટીમાં પણ તકલીફ થઇ રહી હતી.
નોંધનીય બાબત છે કે, બાબા સાહેબની પુણ્યતિથિ દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાબા સાહેબની સિદ્ધિઓ અને દેશને વિકાસનો નવો માર્ગ બતાવવામાં તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
