લુધિયાણામાં આતંકી સંગઠન બબ્બર ખાલસાના 7 સદસ્યોની અટક

Written By:
Subscribe to Oneindia News

પંજાબના લુધિયાણામાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના 7 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસ અને કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન ચલાવીને આંતકીઓને પકડવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે બબ્બર ખાલસા એક પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન છે. વધુમાં પોલીસે આ આંતકીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને 33 કારતૂસ પણ જપ્ત કર્યા છે. પુલિસના કહેવા મુજબ આતંકીઓ સ્થાનિક યુવાનાના સંપર્કમાં હતા. વધુમાં યુવાનો સાથે જોડાવવા માટે તે સોશ્યલ મીડિયાનો ઉપયોગ પણ કરતા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ આંતકીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

pabjab

કેટલાક દિવસ પહેલા યુપી એટીએસ અને પંજાબ પોલીસના સંયુક્ત અભિયાનમાં યુપીના લખીમપુર જિલ્લાથી પંજાબના બે બબ્બર ખાલસા આંતકીઓને પકડવામાં આવ્યા હતા. તેમાંથી એક નાભા જેલમાંથી ભાગેલો ફરાર આરોપી હતો. જ્યારે બીજા વ્યક્તિની બબ્બર ખાલસા સાથે જોડાયેલા હોવાના કેસમાં પકડવામાં આવ્યો હતો. ત્યારે આ લોકોની અટક પછી આવનારા સમયમાં તેમના સંગઠન વિષે અન્ય જાણકારી મેળવવા માટે હાલ પોલીસ આ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે.

English summary
punjab police arrested 7 babbar khalsa terrorists from ludhiana.
Please Wait while comments are loading...