For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ-પુજારી વચ્ચેના ઝઘડામાં બંધ થયું પુરીનું જગન્નાથ મંદિર

પોલીસ-પુજારી વચ્ચેના ઝઘડામાં બંધ થયું પુરીનું જગન્નાથ મંદિર

|
Google Oneindia Gujarati News

પુરીઃ ઓરિસ્સાના પુરીમાં 12મી સદીના જગન્નાથ મંદિરમાં શુક્રવારે હજારો ભક્તોએ કલાકો ઈંતેજાર કર્યા બાદ નિરાશ થઈ પરત ફરવું પડ્યું. કેમ કે પંડા અને પોલીસ વચ્ચે થયેલ મારપીટ બદ પંડિતોએ મંદિરના કપાટ ખોલવાની ના પાડી દીધી. ગુરુવારે રાત્રે મંદિર પરિસરમાં જ પોલીસ અને પુજારીઓ વચ્ચે મારપીટ થઈ હતી. ઘટનાને પગલે એક પુજરી ઘાયલ થયો હતો. બંને તરફથી સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ વિશ્વજીત પરીજ અને સેવાયત ભવાની શંકર મહાપાત્રની વચ્ચે મારપીટની વચ્ચે મારપીટ થઈ હતી.

અધિકારીઓએ આરોપ લગાવ્યો

અધિકારીઓએ આરોપ લગાવ્યો

અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે મંંદિરમાં પંડા ભવની શંકર મહાપાત્રા ગુરુવારે સાંજે મંદિરની અંદર ત્રણ ભક્તોને લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા. મુખ્ય ગેટ પર પોલીસે તેમને રોક્યા કેમ કે તેમને શંકા હતી કે તે શખ્સ હિન્દુ નથી. મંદિરમાં માત્ર હિન્દુ જ પ્રદેશ કરી શકે છે. 1984માં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને પુજારીઓએ મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી નહોતી આપી કેમ કે તેમણે એક પારસી સાથે લગ્ન કર્યાં હતાં. 2006માં એક સ્વિસ નાગરિક એલિજાબેથ જિગલરે મંદિરમાં 1.78 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, છતાં તેમને મંદિરમાં નહોતા જવા દેવાયા કેમ કે તેઓ ઈસાઈ હતી.

પરીજાએ પંડાને રોક્યો

પરીજાએ પંડાને રોક્યો

ગુરુવારે જ્યારે પોલીસ કોન્સ્ટેબલે વિશ્વજીત પરીજાએ પંડાને રોક્યો તો શંકર મહાપાત્રએ કહ્યું કે આ ભક્ત બંગાળી છે, જે વાતને લઈ બંને વચ્ચે હાથાપાઈ થઈ. મહાપાત્રાએ કહ્યું કે મંદિરમાં પોલીસકર્મીઓએ બિનજરૂરી બબાલ કરી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાની કોશિશ કરી. પર્યટક તમામ બંગાલથી હતા, પરંતુ પોલીસે અંદર જવા દેવાની મંજૂરી નહોતી આપી. મંદિર પ્રશાસન અમારા અધિકારોને દબાવી રહ્યું છે. જેને સહન ન કરી શકાય.

સમાધાનની કોશિશ

સમાધાનની કોશિશ

આ ઘટના બાદ મહાપાત્ર અને પોલીસ કોન્સ્ટેબલ બંનેએ સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ એફઆઈઆર નોંધાવી છે. મામલાને શાંત પાડવા માટે મંદિર પ્રશાસન અને સેવાયતોના વચ્ચે સમાધાનની કોશિશ કરવામાં આવી પરંતુ તે નિષ્ફળ રહી. પુજારીઓએ કોન્સ્ટેબલની ધરપકડ અને સસ્પેન્ડ કરવાની માગણી કરી. બીજી બાજુ મંદિર બંધ થતાં હજારો ભક્તોએ દર્શન કર્યા વિના જ પરત ફરવું પડ્યું.

જમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકાર તૈયારઃ રાજનાથ સિંહજમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકાર તૈયારઃ રાજનાથ સિંહ

English summary
Puri’s Jagannath Temple shut over tussle between priest and police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X