હડતાળ નહીં રોકે અમારી સરકાર: સમાજવાદી પાર્ટી

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની સરકાર કર્મચારીયોની હડતાળ ભંગ કરવાની કોઇ પ્રયત્ન નહી કરે. જો યુપીમાં કામકાજ પર અસર પડશે તો દેશને પણ નુકસાન થશે કારણ કે આ બીલથી તમામ એ લોકોને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર બેસાડવામાં આવશે જે તેના યોગ્ય નહીં હોય.
નરેશ અગ્રવાલે જણાવ્યું કે હાલમાં હડતાલ પર 18 લાખ કર્મચારી છે અને તે આગળ જઇને 18 કરોડ થશે. 82 ટકા લોકોને ડિપાર્ટમેન્ટ હેડ બનવાની તક નહી મળે. આ દેશની ભાવના છે. રામ મંદિરની ભાવના કઇ સરકાર તોડી શકી હતી. આ જ રીતે કર્મચારીઓની આ ભાવનાને તોડવાની હિમ્મત યુપી સરકાર નહીં કરે.
ઉલ્લેખનીય છે કે પ્રમોશનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારીઓ અને અધિકારીઓને અનામત આપવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહેલ યુપીના સરકારી કર્મચારીઓના સંગઠન સર્વજન હિતાય સંરક્ષણ સમિતિએ હડતાળનું એલાન કરી દીધું. અને ઉત્તરપ્રદેશમાં કર્મચારીઓની આ હડતાળ જારી છે.












Click it and Unblock the Notifications
