‘ઐશ્વર્યાએ મને જાનથી મારવાની ધમકી આપી': રાબડી દેવી કર્યો કાઉન્ટર કેસ

હવે તેજ પ્રતાપની મા રાબડી દેવીએ મહિલા પોલિસ સ્ટેશનમાં વહુ ઐશ્વર્યા સામે કેસ નોંધાવ્યો છે. જેમાં તેમણે કહ્યુ છે કે ઐશ્વર્યાએ 15 ડિસેમ્બરની સાંજે તેમના જાનલેવા હુમલો કર્યો.

એક વાર ફરીથી રાજદ પ્રમુખ લાલુ યાદવના ઘરનો ઝઘડો સમાચારોમાં આવી ગયો છે કારણકે લાલુના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાયે પોતાના પતિ, પોતાની સાસુ રાબડી દેવી અને પોતાની નણંદ મીસા ભારતી સામે એફઆઈઆર નોંધાવી છે. પટનાના 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડીના આવાસ બહાર રવિવારે મોડી સાંજે ઐશ્વર્યાએ આરોપ લગાવ્યો કે રાબડી દેવીએ પોતાની મહિલા સુરક્ષાકર્મીઓ સાથે મળીને તેમના વાળ ખેંચ્યા અને મારપીટ કરીને ઘરમાંથી બહાર કાઢી દીધી.

ઐશ્વર્યાથી મને જીવનુ જોખમઃ રાબડી દેવી

ઐશ્વર્યાથી મને જીવનુ જોખમઃ રાબડી દેવી

ત્યારબાદ હવે તેજ પ્રતાપની મા રાબડી દેવીએ મહિલા પોલિસ સ્ટેશનમાં વહુ ઐશ્વર્યા સામે કેસ નોંધાવ્યો છે. જેમાં તેમણે કહ્યુ છે કે ઐશ્વર્યાએ 15 ડિસેમ્બરની સાંજે તેમના જાનલેવા હુમલો કર્યો. તે રવિવારની સાંજે આવાસ પરિસરમાં બેઠા હતા ત્યારે ઐશ્વર્યાએ તેમના પર જાનલેવા હુમલો કરી દીધા અને કોઈ રીતે ત્યાંથી ભાગ્યા ત્યારે તેમનો જીવ બચી શક્યો.

ઐશ્વર્યા ગાળો દેવા લાગીઃ રાબડી દેવી

ઐશ્વર્યા ગાળો દેવા લાગીઃ રાબડી દેવી

સુરક્ષાકર્મીઓએ બચાવ કર્યો. આના પર ઐશ્વર્યા ગાળો દેવા લાગી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી રહી. નવ ઓક્ટોબરે જ્યારે તે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી ત્યારે દરવાજા પર જોરથી લાત મારીને ઐશ્વર્યાએ કચરો ફેંકી દીધો. વહુ વારંવાર હેરાન કરી રહી છે. આ તરફ એસએસપી ગરિમા મલિકે જણાવ્યુ કે રાબડી દેવી તરફથી મળેલા આવેદનની તપાસ કરવામાં આવી રહી છે.

રાબડીએ મની મારીઃ ઐશ્વર્યા રાય

રાબડીએ મની મારીઃ ઐશ્વર્યા રાય

ઐશ્વર્યાએ કહ્યુ મારા માતાપિતાના વિરોધમાં પટનાની બીએમ કોલેજમાં વાંધાજનક પોસ્ટર લાગ્યા હતા. જેના વિશે જ્યારે મને ખબર પડી તો મે પોતાની સાસુને આ વિશે માહિતી માંગી તો રાબડી દેવી ભડકી ગઈ અને તેમણે મહિલા સુરક્ષાકર્મી સાથે મળીને મારા વાળ ખેંચ્યા, મારા સાથે મારપીટ કરી અને મારો મોબાઈલ ફોન છીનવી લીધો. મોબાઈલમાં આ ઘટનાને સાક્ષી હતા. મારો બધો સામાન રાખીને સુરક્ષાકર્મીઓની મદદથી મને ઢસડીને પોતાના ઘરની બહાર કાઢી દીધી.

સમગ્ર બાબતની માહિતી તેમના દિયર તેજસ્વી પ્રસાદ યાદવને છેઃ ઐશ્વર્યા

સમગ્ર બાબતની માહિતી તેમના દિયર તેજસ્વી પ્રસાદ યાદવને છેઃ ઐશ્વર્યા

ઐશ્વર્યાએ આરોપ લગાવ્યો કે આ સમગ્ર કેસની માહિતી તેમના દિયર તેજસ્વી પ્રતાપ યાદવને છે પરંતુ તે કંઈ પણ નથી કરતા. ઐશ્વર્યાએ રાબડી પર તેમને ભોજન ન આપવાનો આરોપ લગાવીને કહ્યુ કે આ પહેલા પણ સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ દરમિયાન પણ મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી પરંતુ અદાલતના હસ્તક્ષેપ બાદ તે પોતાના ઘરમાં પાછી જઈ શકી હતી. ઉલ્લેખનીય છે કે આ બીજી વાર છે જ્યારે ઐશ્વર્યાએ પોતાના સાસરિયાવાળા પર દૂર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X