For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ કેસઃ રાહુલ ગાંધી પર અરુણ જેટલીનો હુમલો, દેશની જનતા વધુ સમજદાર છે

રાફેલ પર જેટલીએ કહ્યું- દેશની જનતા વધુ સમજદાર છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ રાફેલ ડીલના બચાવમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મીડિયાને સંબોધિત કરતા અરુણ જેટલીએ કહ્યું કે સરકારે રાફેલ ડીલને લઈ શરૂઆતથી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે, સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે પોતાની વાત કહી છે. અરજદારને વધુ એક મોકો મળી રહ્યો છે. સીએજીએ પહેલે જ પોતાની સમીક્ષા જૂ કરી દીધી છે, એવામાં કોઈ વંશ આ દાવો ન કરી શકે કે તે સુપ્રીમ કોર્ટ, સીએટીથી પણ ઉપર છે, એવું ન થઈ શકે કે સુપ્રીમ કોર્ટ અને સીએજીનો ફેસલો કોઈ પરિવાર પર લાગૂ ન થાય.

ખોટાં તથ્યો રજૂ કરી રહ્યા છે રાહુલ ગાંધી

ખોટાં તથ્યો રજૂ કરી રહ્યા છે રાહુલ ગાંધી

જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે આ મામલામાં પીએમ વિરુદ્ધ કેસ ચલાવવા માટે પર્યાપ્ત સબૂત છે, સાથે જ રાહુલ ગાંધીએ ફરી એકવાર રાફેલની ડીલમાં થયેલ કથિત ગડબડીનો હવાલો આપતા સરકારને ઘેરી. રાહુલના નિવેદન પર જેટલીએ કહ્યું કે આજે કોંગ્રેસ અધ્યક્ષે જે પણ કહ્યું તે તથ્યાત્મક રૂપે પૂરી રીતે ખોટું છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પોતાના નિવેદનથી પાર્ટીને પહેલા જ મુશ્કેલીમાં નાખી દીધી છે. આ લોકોને પાકિસ્તાનમાં જબરદસ્ત ટીઆરપી મળી રહી છે, પરંતુ દેશની વાત કરીએ તો અહીં બિલકુલ ઉલટું છે.

દેશની જનતા સમજદા છે

દેશની જનતા સમજદા છે

જેટલીએ કહ્યું કે નેતાઓએ એ વાત સમજવી જોઈએ કે ભારતના લોકો આપણાથી ક્યાંય વધુ સમજદાર છે. નાણામંત્રીએ એર સ્ટ્રાઈક પર વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવી રહેલ સવાલોને પણ ફગાવી દીધા. તેમણે કહ્યું કે જમીની મુદ્દો એ છે કે ભારતે આતંકવાદના મૂળિયાં પર એરસ્ટ્રાઈક કરી દીધી. તેમણે કહ્યું કે જમીની મુદ્દો આ છે કે ભારતે આતંકવાદનાં મૂડિયાં પર એરસ્ટ્રાઈક છે. ભારતીય વાયુસેનાએ જૈશના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો, જેમણે ખુદ પુલવામા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 40થી વધુ સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયા હતા.

રવિશંકર પ્રસાદે પણ હુમલો કર્યો

રવિશંકર પ્રસાદે પણ હુમલો કર્યો

અગાઉ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધી પર હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ એવા લોકોની વાણી બોલી રહ્યા છે જે રાફેલ ડીલની પ્રતિસ્પર્ધામાં હતા. રાહુલ ગાંધીના નિરાધાર આરોપોની અમે નિંદા કરીએ છીએ. તેઓ ભારતીય વાયુસેના પર ભરોસો નથી કરતા, તેઓ સીએજી પર ભરોસો નથી કરતા, તો શું તેઓ પાકિસ્તાન પર ભરોસો કરે છે. તેઓ જાણીજોઈને તેવા લોકોની કઠપુતલી બન્યા છે જેઓ રાફેલની સ્પર્ધામાં હતા.

FIR દાખલ થાય

FIR દાખલ થાય

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી વિરુદ્ધ પર્યાપ્ત સબૂત છે જેનાથી તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ શકે છે. ભ્રષ્ટાચારની શરૂઆત તેમનાથી જ થઈ છે અને તેમનાથી જ ખતમ થાય છે. રાફેલ સાથે જોડાયેલ જરૂરી દસ્તાવેજ ચોરી થઈ ગયા છે, જેને ખુદ સરકારે માન્યું છે, આ સ્પષ્ટ છે કે આ ભ્રષ્ટાચારને છૂપાવવાની કોશિશ થઈ રહી છે અને તેના પર પડદો નાખવામાં આવી રહ્યો છે.

કેબિનેટ બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણયઃ 13 પોઈન્ટ રોસ્ટર ફગાવી, 200 પોઈન્ટવાળી સિસ્ટમ લાગુકેબિનેટ બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણયઃ 13 પોઈન્ટ રોસ્ટર ફગાવી, 200 પોઈન્ટવાળી સિસ્ટમ લાગુ

English summary
Rafale Case: Arun Jaitley says people of this country are more intellegent than politicians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X