For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરદાતાઓ મિ. 56 ના દોસ્તના જોઈન્ટ વેન્ચરને ચૂકવશે 1 લાખ કરોડ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવીને ફરીથી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવીને ફરીથી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, "આવતા 50 વર્ષોમાં ઈન્ડિયન ટેક્સ પેયર્સ મિસ્ટર 56 (મોદી) ના દોસ્તના જોઈન્ટ વેન્ચરને 36 રાફેલ લડાકૂ વિમાનોના મેઈન્ટેનન્સ માટે 100,000 કરોડ ચૂકવશે."

rahul gandhi

રાહુલ ગાંધી આગળ લખે છે, "સંરક્ષણ મંત્રી હવે એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ તથ્યોનું ખંડન કરશે.. હંમેશાની જેમ... પરંતુ સત્ય આ પ્રેઝન્ટેશનમાં છૂપાયેલુ છે, જે હું આ સાથે જોડી રહ્યો છુ." રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક ખાનગી કંપની સાથે જોડાયેલા દસ્તાવેજ શેર કર્યા છે.

રાહુલ ગાંધી આ પહેલા પણ રાફેલ ડીલ અંગે મોદી સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ, "2014 થી અત્યાર સુધી ભારતે ચાર સંરક્ષણ મંત્રી જોયા. હવે અમને ખબર પડી આવુ કેમ થયુ, એણે પ્રધાનમંત્રીને તક આપી કે તે ફ્રાંસ સાથે પર્સનલી રાફેલની ખરીદી અંગે સમજૂતી કરી શકે. ભારતના ચાર 'રાફેલ મંત્રી' રહ્યા છે, પરંતુ આમાંથી કોઈને ખબર નથી કે ફ્રાંસમાં શું થયુ? આ માત્ર પીએમ મોદી જ જાણે છે. પરંતુ તે બોલશે નહિ."

રાફેલ ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો. આના પર ભાજપે પલટવાર કરતા તેમને નાસમજ ગણાવી દીધા. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓની સમજ નથી. તે બિનજવાબદાર વ્યવહાર કરી રહ્યાલછે. તેમણે કહ્યુ કે આ મુદ્દે મે ફ્રાંસના રાષ્ટ્રપતિને વચ્ચે લાવવા દુર્ભાગ્યપૂર્ણ છે.

રવિશંકર પ્રસાદે કહ્યુ કે ગાંધી પરિવારના એક સભ્યએ જૂઠનો સહારો લીધો છે. આ પરિવારને એવી ભીડે ઘેરેલુ છે જેમની પાસે જૂઠ બોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

English summary
Rafale deal Taxpayers will pay Rs 1 lakh crore says Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X