For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 સપ્ટેમ્બરે વાયુસેનાના કાફલામાં સામેલ થશે રાફેલ, ફ્રાંસના સંરક્ષણમંત્રને આમંત્રણ

10 સપ્ટેમ્બરે વાયુસેનાના કાફલામાં સામેલ થશે રાફેલ, ફ્રાંસના સંરક્ષણમંત્રને આમંત્રણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ 10 સપ્ટેમ્બરે હરિયાણાના અંબાલા સ્થિત ઈન્ડિયન એરફોર્સના સ્ટેશન પર ઔપચારિક રીતે રાફેલ જેટને સામેલ કરશે. આ અવસર પર ફ્રાંસના સંરક્ષણમંત્રી ફ્લોરેંસ પાર્લેને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતને 29 જુલાઈએ ફ્રાંસથી રાફેલ ફાઈટર જેટનું પહેલું કન્સાઈનમેન્ટ મળ્યું હતું. જે અંતર્ગત પાંચ જેટ અંબાલા પહોંચ્યા હતા. તે સમયે આ જેટ્સને ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ નહોતા કરાયા.

rafale

મોસ્કોથી ફર્યા બાદ કાર્યક્રમ

ભારતીય વાયુસેનાનું કહેવું હતું કે રાફેલ, અંબાલા પહોંચતા જ કોઈપણ મિશન માટે રેડી થઈ જશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ રક્ષા સૂત્રોના હવાલેથી જણાવ્યું કે, રક્ષા મંત્રીના રશિયાથી ફર્યાબાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. રાજનાથ સિંહ ચારથી છ સપ્ટેમ્બર સુધી મોસ્કોમાં શાંઘાઈના ઓપરેશન ઓર્ગેનાઈઝેશન દેશોના રક્ષા મત્રીઓની મીટિંગમાં હાજર રહેશે. સૂત્રો મુજબ 10 સપ્ટેમ્રે ઈંડક્શન સેરેમની થશે અને તેમાં રક્ષામત્રી ચીફ ગેસ્ટ તરીકે સામેલ થશે. સૂત્રોએજણાવ્યું કે ફ્રાંસના રક્ષામંત્રીને પણ બોલાવવામાં આવ્યા છે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાંસ વચ્ચે રણનૈતિક ભાગીદારીને નવી ઉંચાઈ આપવાનું છે. દેશને રાફેલ જેટ એવા સમયે મળ્યા છે જ્યારે લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીન સાથે ટકરાવ ચાલુ છે. રાફેલે ઓગસ્ટ મહિનામાં હિમાચલ પ્રદેશમાં એક અભ્યાસ પૂર્ ોકર્યો છે. આ એક્સરસાઈઝમાં હિમાચલની મુશ્કેલ પહાડીઓ વચ્ચે રાફેલની ઉપયોગિતા પરખવામાં આવી છે. હાલ રાફેલ લદ્દાખમાં તહેનાત થઈ ચૂક્યાં છે.

લદ્દાખમાં તહેનાત રાફેલ જેટ

હોંગકોંગથી નિકળતા અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારત અને ચીને પતાના સૌથી એડવાન્સ ફાઈટર જેટ્સને લદ્દાખમાં એલએસી પર તહેનાત કરી દીધા છે. અખબારે ફોર્બ્સના રિપોર્ટનો હવાલો આપતા લખ્યું કે બે ચીની જે 20 સ્ટેલ્થ ફાઈટર જેટ્સને વેસ્ટર્ન શિનજયાંગ ક્ષેત્રમાં સ્થિત હોટાના એરબેસ પર તહેનાત કરવામાં આવ્યા છે. ફોર્બ્સે પોતાના રિપોર્ટમાં સેટેલાઈટ તસવીર દ્વારા જણાવ્યું કે ચીનના હોટાન એરબેસ પર બે જે-20 જેટ્સ તહેનાત છે. આ જગ્યા એક્સાઈ ચિનમાં છે અને લદ્દાખથી બસ 320 કિમી દૂર છે. એપ્રિલ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પહેલી ફ્રાંસની યાત્રા પર ગયા હતા. જ્યાં 36 રાફેલ જેટની ડીલ ફાઈનલ થઈ. આ ડીલ 59000 કરોડની જણાવવામાં આવી રહી છે.

ભારતી વિદ્યાપીઠમાં બે સ્વયંસેવકને ઓક્સફોર્ડ વેક્સીન આપી, જાણો શું પરિણામ આવ્યુંભારતી વિદ્યાપીઠમાં બે સ્વયંસેવકને ઓક્સફોર્ડ વેક્સીન આપી, જાણો શું પરિણામ આવ્યું

English summary
rafale to join Air force fleet on 10th september, Rajnath Singh invited defense minister of France
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X