Haryana Assembly Election 2024: રાઘવ ચડ્ડાનો દાવો, હરિયાણામાં સરકારની ચાવી આમ આદમી પાર્ટી પાસે રહેશે
Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. આ પહેલા રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરવા માટે રેલી અને રોડ શો કરી રહ્યા છે. આ સાથે મોટા મોટા દાવાઓ પણ કરી રહ્યા છે. આ વચ્ચે રાઘવ ચડ્ડાએ હરિયાણામાં ચૂંટણી અંગે મોટો દાવો કર્યો છે.
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ નારનૌલમાં આપ ઉમેદવાર રવિન્દ્ર સિંહ મટરુના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ટાઉન હોલ અને ભિવાનીના ઉમેદવાર ઇન્દુ શર્માના સમર્થનમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા.

રાઘવ ચડ્ડાએ લોકોને ઝાડુંનું બટન દબાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને મોટી લીડથી જીત અપાવવા માટે અપીલ કરી હતી. આ સાથે આમ આદમી પાર્ટીની ચૂંટણી ગેરેન્ટીનો ઉલ્લેખ પણ રાઘવ ચડ્ડાએ કર્યો હતો.
ભાજપ પર આરોપ લગાવતા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, આજે હરિયાણાની જનતાને આમ આદમી પાર્ટીના રૂપમાં પરિવર્તનની તક મળી છે.
રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં હરિયાણાની જનતાએ તમામ પક્ષોને તક આપી હતી. રાઘવે કોંગ્રેસ, ભાજપ સહિત હરિયાણાની તમામ પ્રાદેશિક પાર્ટીઓ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, બધાએ સરકાર બનાવી, પરંતુ હરિયાણાનું ભાગ્ય બદલાયું નહીં.
રાઘવ ચડ્ડાએ દાવો કરતા જણાવ્યું હતું કે, આ વખતે હરિયાણામાં સરકારની ચાવી આમ આદમી પાર્ટીના હાથમાં રહેશે. હરિયાણાના લાલ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેનો બહોળો લાભ જનતાને મળશે.
હરિયાણામાં આમ આદમી પાર્ટીની ગેરેન્ટી
- દરેકને 24 કલાક મફત વીજળી મળશે, જૂના બિલ માફ કરવામાં આવશે.
- બાળકોના શિક્ષણ માટે ઉત્તમ સરકારી શાળાઓ બનાવવામાં આવશે.
- હરિયાણામાં ઉત્તમ સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે, જ્યાં મફત સારવાર આપવામાં આવશે.
- તમામ માતાઓ અને બહેનોને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે.
- બેરોજગાર યુવાનોને રોજગાર આપવામાં આવશે












Click it and Unblock the Notifications
