For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રધુવર દાસ ટાટા સ્ટીલના કર્મચારીથી માંડીને CM સુધીની સફર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાંચી, 26 ડિસેમ્બર: ઝારખંડના નવા સીએમ રધુવર દાસ રાજ્યમાં પહેલાંથી જ જાણિતા ચહેરો છે. 18 ડિસેમ્બરના રોજ પોતનો 60મો જન્મદિવસ ઉજવી ચૂકેલા રધુવર દાસ રાજ્યના પ્રથમ બિન આદિવાસી સીએમ બન્યા છે. રધુવર દાસે ટાટા સ્ટીલમાં પોતાનું કેરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ તે શ્રમિકોના નેતા બન્યા. પછી જમશેદપુર (પૂર્વી) વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી જીતીને સતત પાંચમી વાર ધારાસભ્ય બન્યા છે. તે મૂળ રૂપથી છત્તીસગઢના રહેવાસી છે, પરંતુ હવે સહપરિવાર ઝારખંડના ટાટાનગર (જમશેદપુર)માં જ રહે છે.

1-raghubardas

રધુવર દાસ મૂળ રીતે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના બોઇરડીહ ગામના રહેવાસી છે. તેમના સંબંધીઓ હજુ પણ અહી રહે છે. રધુવર દાસનો જન્મ 18 ડિસેમ્બર 1954ના રોજ સાધારણ પરિવારમાં થયો હતો. રધુવર દાસના પિતા સ્વ ચવન રાય અને માતાનું નામ સ્વ સોનવતી છે. ચવન રાય ટાટા સ્ટીલ, જમશેદપુરમાં નોકરી કરતા હતા અને 1979માં અહીં શિફ્ટ થયા હતા. રધુવર દાસની બહેન પ્રેમવતી, માહરીન બાઇ, બેદૂ બાઇ, ભાઇ મૂળચંદ તથા જગદેવ સાહૂ તથા તેમનો બધો પરિવાર ટાટામાં રહે છે.

રધુવર દાસના ચૂંટણી પ્રચાર માટે છત્તીસગઢના સીએમ રમણ સિંહ પણ ઝારખંડ આવ્યા હતા. રધુવર દાસ પણ વર્ષમાં એકાદ-બે વખત છત્તીસગઢ જાય છે. ટાટાનગરમાં પણ છત્તીસગઢીઓએ રધુવર દાસ માટે ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો.

2-raghubardas

રાજકીય ગતિવિધિ:
વિદ્યાર્થી જીવનથી જ સક્રિય રાજકારણની સેવાને માધ્યમ બનાવ્યું. વિદ્યાર્થી સંઘર્ષ સમિતિના સંયોજકની ભૂમિકા ભજવતાં જમેશદપુર યુનિવર્સિટી સ્થાપનાના આંદોલનમાં ભાગ લીધો.

- લોકનાયક જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનું જમશેદપુરમાં નેતૃત્વ કર્યું. ફળ સ્વરૂપે જેલમાં રાખવામાં આવ્યા. ત્યાં તેમની મુલાકાત પ્રદેશના ઘણા ટોચના નેતાઓ સાથે થઇ. શ્રીમતિ ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં લગાવવામાં આવેલી ઇમરજન્સીમાં પણ તેમણે જેલની યાત્રા કરી.
- 1977માં રધુવર દાસ પાર્ટીના સભ્ય બન્યા.
- રધુવર દાસમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સાથે જ તેમણે સક્રિય રાજકારણની શરૂઆત કરી. મુંબઇમાં થયેલા ભાજપના પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનમાં 1980માં ભાગ લીધો.
- જમશેદપુરમાં સીતારામડેરા ભાજપ મંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પછી મહાનગર જમશેદપુરના મહામંત્રી તથા ત્યારબાદ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.

ત્રણ બહેન તથા ત્રણ ભાઇ
કબીરપંથી વિચારધારા ધરાવનાર રધુવર દાસના ત્રણ ભાઇ અને ત્રણ બહેન છે. બધા ભાઇ બહેન જમશેદપુરમાં જ રહે છે. ત્રણ બહેન મોટી છે, જ્યારે ભાઇઓમાં રધુવર દાસ મોટા છે. ભાઇઓમાં મૂળચંદ સાહૂ ટાટા સ્ટીલના ઇએસએસ પ્રાપ્ત મજર છે, તો નાના ભાઇ જગદેવ સાહૂ શ્રમ તથા નિયોજન વિભાગમાં ચાંડિલ સ્થિત નિયોજનાલયના કર્મચારી છે. જ્યારે મોટી બહેન બેદૂ બાઇના પુત્ર ભત્રીજા દિનેશ કુમાર ટીએસપીડીએલ (ટાટા રસાયણ) મજદૂર યૂનિયનમાં ઉપાધ્યક્ષ અને ગોલમુરી મંડળ ભાજપના અધ્યક્ષ છે.

હરિજન સ્કુલમાંથી પ્રાથમિક શિક્ષણ
ભાલૂબાસા હરિજન સ્કુલમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરનાર રધુવર દાસ આ સ્કુલના બીજા વિદ્યાર્થી હશે, ઝારખંડની સત્તાની કમાન સંભાળશે. તેમણે આ સ્કુલમાંથી મેટ્રીક સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. આ પહેલાં આ સ્કુલમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનાર અર્જુન મુંડા વર્ષ 2003માં ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા.

હરિજન વસ્તીમાં રહેતો હતો આખો પરિવાર
મજૂર ચવન દાસ પોતાના પૂરા પરિવાર સાથે ભાલૂબાસા સ્થિત હરિજન સ્કુલની પાછળ ભાલૂબાસા લાઇન ત્રણ મકાન નંબર 89માં રહેતા હતા. તેમના મોટા પુત્ર રધુવર દાસ ભાજપના રાજકારણમાં અમરેંદ્ર પ્રતાપ સિંહની સાથે સક્રિય રહ્યા. પછી ટાટા સ્ટીલમાં નોકરી કર્યા બાદ રધુવર દાસ એગ્રીક્રોમાં ટાટા સ્ટીલના કંપની ક્વાર્ટરમાં રહેવા લાગ્યા, જ્યારે તેમના નાના ભાઇ મૂળચંદ આજે પણ વસ્તીમાં જ પરિવાર સહિત રહે છે, જ્યાં રધુવર પોતાના માતા-પિતાની સાથે રહેતા હતા.

3-raghubardas

બીએસસી તથા એલએલબી સુધીનું શિક્ષણ
બીએસસી તથા એલએલબી કર્યા બાદ રધુવર દાસ ટાટા સ્ટીલ કંપનીમાં કામ કરવા લાગ્યા. 1970-71માં જેપી આંદોલનમાં કુદી પડ્યા અને ત્યારબાદ સંપૂર્ણપણે રાજકારણમાં આવી ગયા. ઇમરજન્સી ઉપરાંત પાર્ટી માટે પણ રધુવર દાસ ઘણી વાર જેલ જઇ ચૂક્યા છે. ઝારખંડમાં જ્યારે ભાજપની સરકાર હતી, ત્યારે તેમને મહત્વપૂર્ણ પદ આપતાં ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે 30 ડિસેમ્બર 2009ના રોજ 29 મે 2010 સુધી ડેપ્યુટી સીએમ રહ્યા. અર્જુન મુંડા સરકારમાં ત રાજ્યના શહેરી વિકાસ મંત્રીનું પદ સંભાળી ચૂક્યા છે. રધુવર દાસ 1995થી સતત ધારાસભ્ય ચૂંટાઇ રહ્યાં છે.

દિનકર તથા જેપી આદર્શ
સાહિત્યના ક્ષેત્રમાં જ્યાં રામધારી સિંહ દિનકર તેમના આદર્શ છે, જ્યારે લોકનાયક જયપ્રકાશ નારાયણ તેમના રાજકીય આદર્શ છે. શાકાહારી ભોજન પસંદ કરનાર રધુવર દાસે વર્ષ 2001માં આઇએલઓ (ઇંટરનેશનલ લેબર ઓર્ગેનાઇજેશન)ની બેઠકમાં ઝારખંડ સરકારની દ્વારા લંડન, ઇગ્લેંડ અને ચીન વગેરે દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

જન પ્રતિનિધિત્વ
ભાજપે પ્રથમ વાર 1995માં રધુવર દાસને જમશેદપુર પૂર્વી વિધાનસભા ક્ષેત્રથી ઉમેદવાર બનાવાયા અને જનતાએ તેમને પોતાન પ્રતિનિધિ ચૂંટ્યા. આ ક્રમ સતત હજુ સુધી ચાલુ છે. 1995થી અત્યાર સુધી આ જન પ્રતિનિધિના રૂપમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

ભાજપનું નેતૃત્વ
2005માં વિધાનસભા ક્ષેત્રની ચૂંટણી થયા બાદ પૂર્વ શ્રી રધુવર દાસને 2004-05માં ઝારખંડ પ્રદેશ ભાજપના અધ્યક્ષ નિમવામાં આવ્યા. તેમના નેતૃત્વમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડવામાં આવી અને ભાજપ રાજ્યમાં 30 સીટો પર વિજય પ્રાપ્ત કરી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. વર્ષ 2009ની ચૂંટણીના પૂર્વ તેમને ફરીથી ભાજપ અધ્યક્ષનું દાયિત્વ સોંપવામાં આવ્યું. 16 ઓગષ્ટ 2014ના રોજ અમિત શાહની અધ્યક્ષતામાં રચવામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં તેમને ઉપાધ્યક્ષ નિમવામાં આવ્યા.

નેતૃત્વ
2000માં બિહારનું વિભાજન કરી ઝારખંડ અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. ઝારખંડ સરકારમાં રધુવર દાસ શ્રમ નિયોજન મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ અર્જુન મુંડાના નેતૃત્વમાં બનેલી સરકારમાં તેમને ભવન નિર્માણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા. 2005ની વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં જ્યારે ભાજપના નેતૃત્વમાં સરકાર બની તો શ્રી રધુવર દાસને નાણાં, નગર વિકાસ તથા વાણિજ્ય કર વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા. 2009માં ઝારખંડમાં ઝામુમો અને એનડીએની સરકાર શિબૂ સોરેનના નેતૃત્વમાં બની તો તેમને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તથા નાણાં વાણિજ્ય કર, ઉર્જા, નગર વિકાસ, આવાસ અને સંસદીય કાર્ય જેવા મહત્વપૂર્ણ વિભાગનું દાયિત્વ સોંપવામાં આવ્યું. મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ: 2014માં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા. ધારાસભ્ય દળાના નેતા ચૂંટાયા બાદ મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ.

English summary
Raghubar Das is all set to become Jharkhand's first non-tribal chief minister after he was elected as the BJP state legislature party leader on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X