રાહુલ ગાંધી પર બીજેપીની મહિલા સાંસદોએ ફ્લાઈંગ કિસનો આરોપ લગાવ્યો, જાણો શું છે પુરી બબાલ?
સંસદમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની હાજરી જ બીજેપી માટે ટેન્શન બની રહી છે. એક પછી એક મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકાર સામે એકલા લડી રહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ હવે બીજેપીએ વધુ એક આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ લોકસભામાં પાછા ફરતાની સાથે જ મણિપુર હિંસા મુદ્દે નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જેમને આજે મારા પહેલા નિવેદન આપવાનો અધિકાર આપવામાં આવ્યો તેમણે જતી વખતે અશ્લિલ ઈશારા કર્યા. જે સંસદમાં સંસદની મહિલા સભ્યોને ફ્લાઈંગ કિસ આપી શકે તે એક સ્ત્રીદ્વેષી વ્યક્તિ જ હોઈ શકે. આવો અનાદરપૂર્ણ વ્યવહાર આ દેશના ગૃહમાં ક્યારેય જોવા મળ્યો નથી.
સ્મૃતિ ઈરાનીએ આગળ કહ્યું કે, તેમણે રસ્તામાં સાંભળ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો મહિલાઓને આવી અભદ્ર ટિપ્પણીઓ અથવા અશ્લિલ ઈશારા કરે છે. ગાંધી પરિવારના સંસ્કારોમાંથી આ એક છે તે ખબર ન હતી.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે રાહુલ ગાંધીના વર્તન સામે લોકસભાના અધ્યક્ષને ફરિયાદ નોંધાવી છે. મહિલા સાંસદોએ પત્રમાં સહી કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.

કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તમામ મહિલા સભ્યોને ફ્લાઈંગ કિસ આપ્યા બાદ રાહુલ ગાંધી ચાલ્યા ગયા. આ તદ્દન ગેરવર્તન છે. વરિષ્ઠ સભ્યો કહી રહ્યા છે કે ભારતની સંસદના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. આ કેવું વર્તન છે? તે કેવા પ્રકારના નેતા છે? એટલા માટે અમે વિધાનસભા અધ્યક્ષને તેના CCTV ફૂટેજ લેવા અને તેમની સામે પગલાં લેવા ફરિયાદ કરી છે. આ અમારી માંગણી છે.
આ મામલે બોલતા બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, તે ફ્લાઈંગ કિસ આપે છે. રાહુલ ગાંધીને શું થયું છે? ત્યાં ઘણી બધી મહિલાઓ બેઠી હોય છે. તેમની પાસે કોઈ શિષ્ટાચાર નથી.












Click it and Unblock the Notifications
