For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી આજે ભોપાલમાં કિસાન-રેલી સંબોધિત કરશે

રાહુલ ગાંધી આજે ભોપાલમાં કિસાન-રેલી સંબોધિત કરશે

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરેલ કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં પોતાની તાકાત વધારવા પર જોર લગાવી રહી છે. જ્યારે આગામી લોકસભા ચૂંટણીને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આજે ભોપાલમાં ખેડૂતોની રેલીને સંબોધિત કરશે. જ્યારે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા ભોપાલમાં કેટલાક પોસ્ટર લગાવવામાં આ્યા છે, આ પોસ્ટર્સમાં રાહુલ ગાંધીને ભગવાન રામ ગણાવવામાં આવી રહ્યા છે.

mp congress

આ પોસ્ટર્સમાં રાહુલ ગાંધીને ભગવાન રામ તો પીએમ મોદીને રાવણ બતાવવામા ંઆ્યા છે. પોસ્ટર પર ચૌકીદાર હી ચોર હૈ લખવામાં આવ્યું છે. રાહુલ ગાંધીના પ્રવાસને લોકસભા ચૂંટણીના અભિયાનની શરૂઆત માનવામાં આવી રહી છે. તેઓ લગભગ દોઢ વાગ્યે એરપોર્ટ પહોંચશે અને પાર્ટીના દિગ્ગજ નેતાઓની સાથે ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરશે. જે બાદ રાહુલ ગાંધી બપોરે 2.30 વાગ્યે મંબૂરી મેદાન પહોંચશે જ્યાં તેઓ એક કિસાન સમ્મેલનને સંબોધિત કરશે. જે બાદ રાહુલ ગાંધી સાંજે 4.30 વાગ્યે દિલ્હી પરત ફરશે.

આ સભાને લઈને પણ અહેવાલ છે કે કેટલાક ભાજપી નેતા કોંગ્રેસનો પંજો થામી શકે છે. નારાજ ભાજપના નેતા રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીની સભ્યતા લઈ શકે છે. જ્યારે વ્યાજમાફી યોજના માટે કેટલાક ખેડૂતો રાહુલ ગાંધીનું અભિવાદન પણ કરી શકે છે. આ રેલી દરમિયાન રાહુલ ગાંધી શહેરી યુવાઓ માટે કેટલીક ઘોષણાઓ પણ કરી શકે છે.

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધીનો આ પ્રવાસ બહ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ભાજપને સત્તાથી બેદખલ કર્યા બાદ પાર્ટીની કોશિશ લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ કરવાની છે. એમપી કોંગ્રેસના મીડિયા સેલ પ્રમુખ શોભા ઓઝાએ કહ્યું કે પાર્ટી અને રાહુલ ગાંધી લોકોનો આભાર વ્યક્ત કરવા ઈચ્છે છે, તેમને ધન્યવાદ આપવા માંગે છે.

આ પણ વાંચો- કોંગ્રેસ છત્તીસગઢથી પૈસા ભરીને દિલ્હી મોકલશે: પીએમ મોદી

English summary
rahul gandhi to address farmers rally in bhopal, poster portraying him as lord ram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X