For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ છત્તીસગઢથી પૈસા ભરીને દિલ્હી મોકલશે: પીએમ મોદી

છત્તીસગઢના રાયગઢમાં ભારતીય જનતા પાર્ટી માટે રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ઠગાઈ કરે છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢના રાયગઢમાં ભારતીય જનતા પાર્ટી માટે રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ઠગાઈ કરે છે. છત્તીસગઢમાં હાલમાં જ બનેલી કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હવે છત્તીસગઢને પોતાની એટીએમ બનાવશે. અહીંથી ખોખા ભરીને પૈસા તેમને દિલ્હી મોકલવા છે કારણકે ઠગાઈ અને દગાખોરી કોંગ્રેસની નસ-નસમાં છે.

Narendra Modi

પીએમ મોદીએ કહ્યું કે બે મહિના પહેલા જયારે છત્તીસગઢમાં કોંગ્રેસની નવી સરકાર બની ત્યારે અમને પણ આશા હતી કે તેઓ કોઈ નવી રીતે કામ કરશે. પરંતુ હકીકત છે કે પહેલા જે સારા કામ કરવામાં આવ્યા હતા તેને પણ હવે અટકાવી દેવામાં આવ્યા છે. છત્તીસગઢની સરકારે બે નિર્ણયો લીધા તેમને આયુષ્માન યોજનાથી છત્તીસગઢને અલગ કર્યું અને સીબીઆઈને રાજ્યમાં આવવા પર પ્રતિબંધ લગાવ્યો.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: 'અબકી બાર 400 પાર, શાહને કૃષ્ણ અને મોદીને અર્જુન ગણાવ્યા'

કોંગ્રેસે 55 વર્ષમાં ગરીબોને બરબાદ કર્યા, દેશને ગુમરાહ કર્યા. અમે ગરીબોમાં નવી આશા જગાવી, નવો વિશ્વાસ ભર્યો. કોંગ્રેસ સરકાર અત્યારથી કૌભાંડો સંતાડવા લાગી છે. દિલ્હીથી કોંગ્રેસને આવા જ સંસ્કાર મળે છે. હવે તેમને છત્તીસગઢને પોતાની એટીએમ બનાવવાનું છે. અહીંથી ખોખા ભરીને પૈસા તેમને દિલ્હી મોકલવા છે કારણકે ઠગાઈ અને દગાખોરી કોંગ્રેસની નસ-નસમાં છે.

આ પણ વાંચો: 'નરેન્દ્ર મોદી ડરપોક વ્યક્તિ છે, હું તેમને ઓળખી ગયો છુ': રાહુલ ગાંધી

ખેડૂતો પર બોલતાં, મોદીએ કહ્યું, છત્તીસગઢમાં, તેમણે ખેડૂતોની દેવા માફી આપવાનું વચન આપ્યું, અત્યાર સુધી કોઈનું દેવું માફ થયું? અમારી સરકાર બજેટમાં પીએમ કિશાન સમ્માન નિધિ યોજના સાથે આવે છે. આ સાથે, ખેડૂતોને એક વર્ષમાં છ હજાર રૂપિયા માટે તેમના બેંક ખાતાઓમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, કહ્યુ - NDAથી અલગ થવા યોગ્ય સમયની રાહ

ફરી એકવાર, મોદીએ ગઠબંધન પર હુમલો કર્યો. તેમણે કહ્યું હતું કે, દેશના જુદા જુદા ભાગોમાંથી આવા લોકો મહા ગઠબંધનમાં આવી રહ્યા છે, જેઓ પહેલા કોંગ્રેસને કોસી રહ્યા હતા અને તેમનાથી અલગ થયા હતા. તેમનામાં સ્પર્ધા લાગી છે કે કોણ મોદીને સૌથી વધારે ગાળો આપી શકે છે.

English summary
Narendra Modi speech in Public Meeting Raigarh Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X