For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, કહ્યુ - NDAથી અલગ થવા યોગ્ય સમયની રાહ

નાગરિકતા સંશોધન બિલ અંગે એનપીપી અને ભાજપનું ગઠબંધન જોખમમાં પડતુ જોવા મળી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી પહેલા મેઘાલયમાં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. નાગરિકતા સંશોધન બિલ અંગે એનપીપી અને ભાજપનું ગઠબંધન જોખમમાં પડતુ જોવા મળી રહ્યુ છે. નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને મેઘાલયના સીએમ કૉનરાડ સંગમાએ કહ્યુ કે તેમની પાર્ટી એનડીએ સાથે સંબંધ તોડવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. મેઘાલયમાં એનપીપીના નેતૃત્વવાળા ડેમોક્રેટિક ગઠબંધનને ભાજપ સમર્થન આપી રહી છે જ્યારે એનપીપી મણિપુર અને અરુણાચલ પ્રદેશનમાં ભાજપના નેતૃત્વવાળી સરકારને સમર્થન આપી રહી છે.

નાગરિકતા સંશોધન બિલ પર ભાજપની વધી મુશ્કેલીઓ

નાગરિકતા સંશોધન બિલ પર ભાજપની વધી મુશ્કેલીઓ

મેઘાલયના સીએમ સંગમા નાગકિતા સંશોધન બિલનો વિરોધ કરી રહ્યા છે અને તેમણે ઉત્તર-પૂર્વના બધા સ્થાનિક દળોને અપીલ કરી છે કે આ બિલ રાજ્યસભામાં જવા પર તે તેમના વિરોધમાં મત આપે. ભાજપ સાથે ગઠબંધન પર તેમણે કહ્યુ કે બિલના રાજ્યસભામાં રજૂ થવા પર યોગ્ય સમયે નિર્ણય લેશે. નાગરિકતા સંશોધન બિલ 8 જાન્યુઆરીએ લોકસભામાં પસાર થઈ ગયુ હતુ.

NDA સાથે અલગ થવા માટે યોગ્ય સમયની રાહ - સંગમા

NDA સાથે અલગ થવા માટે યોગ્ય સમયની રાહ - સંગમા

આ બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 6 બિન મુસ્લિમ લઘુમતીઓના શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. નાગરિકતા સંશોધન બિલ પર સીએમ સંગમાએ કહ્યુ, ‘અમે ઘણા પક્ષો સાથે વાત કરી રહ્યા છે કે આ બિલ રાજ્યસભામાં રજૂ થવા પર તેના પક્ષમાં મત ન આપે. અમે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પણ સંપર્કમાં છીએ. આ બિલ ધર્મના આધારે જનસંખ્યામાં મોટુ અંતર પેદા કરી દેશે.'

રાજ્યસભામાં બિલ પસાર ન થાય, કરીશુ પૂરી કોશિશ - સંગમા

રાજ્યસભામાં બિલ પસાર ન થાય, કરીશુ પૂરી કોશિશ - સંગમા

સપા-બસપાના સમર્થન સાથે ભાજપના આ બિલને રાજ્યસભામાં લઈ જવા પર તેમણે કહ્યુ કે તે હજુ કન્ફર્મ નથી થયુ. તેમણે કહ્યુ કે આ બિલનો વિરોધ ચાલુ રહેશે અને પૂરી કોશિશ રહેશે કે આ બિલ પસાર ન થઈ શકે. તેમણે કહ્યુ કે આ મુદ્દે તે પીએમ મોદી સાથે વાત કરવાની કોશિશમાં છે પરંતુ પીએમઓને મળવાનો હજુ સમય નથી મળ્યો. તેમણે આશા વ્યક્ત કરી કે પીએમઓ સાથે તેમને મળવા માટે સમય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સામે જંગ લડવા કેટલા તૈયાર છે મમતા બેનર્જીઆ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સામે જંગ લડવા કેટલા તૈયાર છે મમતા બેનર્જી

English summary
Meghalaya: CM Conrad sangama says will decide on snapping ties with NDA at right time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X