રાહુલનું ફરમાન, દિલ્હીમાં નજર ન આવ્યા કોઇ મહાસચિવ
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: પહેલાં લોકસભા ચૂંટણી ત્યારબાદ સતત વિધાનસભા ચૂંટણીમાં આકરી હાર બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પરેશાન થઇ ગયા છે. વારંવાર મળી રહેલા પરાજયે રાહુલ ગાંધીને સખત વલણ અપનાવવા માટે મજબૂર કરી દિધા છે. ઝારખંડ અને જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના મહાસચિવો પર કડકાઇ વર્તી અને તેમને ફરમાન જાહેર કરી દિધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવોની બેઠકમાં રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવતાં મહાસચિવોને સખત આદેશા આપ્યા છે. રાહુલ ગાંધીએ સતત હાર બાદ મહાસચિવોને બે મહિનાનો સમય આપ્યો છે. તેમણે મહાસચિવોને તાત્કાલિક દિલ્હી છોડીને રાજ્યોમાં જવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ મહાસચિવોને કહ્યું કે આગામી 2 મહિનામાં મહાસચિવ પ્રદેશ, જિલ્લા, બ્લોક કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરે.

તેમણે મહાસચિવોને 2 મહિનાઓમાં પોતાનો રિપોર્ટ સોપવાનો આદેશ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ રિપોર્ટ બાદ રાહુલ ગાંધી સંગઠનમાં મોટા પરિવર્તન કરી શકે છે. રાહુલ ગાંધીએ મહાસચિવોને કેડર આધારિત પાર્ટી બનાવવા માટે મહેનત કરવાની સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
